
સિઝનનો પહેલો વરસાદ સાગબારાના સીમઆંબલી ગામના ખેડૂત પરિવાર માટે આફત રૂપ નીવડ્યો છે. સાગબારા તાલુકાના સીમઆમલી ગામના રહેવાસી ગીતાબેન કાલ્યાભાઈ વસાવા (ઉ.વ 26) જેઓ પોતાના પતિ કાલ્યાભાઈ સાથે પોતાના ખેતરમાં ખેતરમાં કામ કરતા હતા.
દરમિયાન અચાનક વાતાવરણમાં પલટો આવતા ગાજવીજ થઈ હતી.પરંતુ વરસાદ ન હોવાને કારણે આ ખેડૂત દંપતિએ પોતાનું કામ ચાલુ રાખ્યું હતું. એ દરમ્યાન આકાશી વીજળી ગીતાબેનના શરીર ઉપર પડી હતી. અને તરત ગીતાબેનને સરકારી હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા. સાગબારા પોલીસે મરણ જનારના પતિ કાલ્યાભાઈ ભગીયાભાઈ વસાવા (ઉ.વ. 32, રહે. સીમઆમલી નવી વસાહત તા. સાગબારા જી. નર્મદા) ની ફરિયાદ લઈ અકસ્માત મોતનો બનાવ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા