
નાહીયેર ગુરુકુળ સંચાલિત સ્વામિનારાયણ સ્કૂલ આમોદ ખાતે બરોડા હાર્ટ એન્ડ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ભરૂચ દ્વારા આજ રોજ સવારે ૯:૩૦ થી ૧:૩૦ કલાક સુધી ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવાં આવ્યું હતું.સૌપ્રથમ ભારતમાતાની છબીને ફુલહાર ચઢાવ્યા બાદ દીપ પ્રાગટય કરી કેમ્પની શરૂઆત કરવામાં આવી હતી.
આ કેમ્પમાં નાહીયેર ગુરુકુળના પૂજ્ય ડી. કે સ્વામીએ સૌને આશીર્વચન આપી સૌને કેમ્પનો લાભ લેવા જણાવ્યું હતું.કેમ્પમાં ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી દિવ્યેશ પટેલ, આમોદ શહેર પ્રમુખ મહેશ શાહ,જૈન એલર્ટ ગ્રુપના ભાવિન શાહ નટુભાઈ પરમાર સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.ફ્રી મેડિકલ કેમ્પમાં આમોદ નગર સહિત તાલુકાના ૧૦૦ થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.સદર કેમ્પમાં બ્લડ પ્રેશર,બ્લડ સુગર, ઇ.સી.જી,ની તપાસ કરી કાર્ડિયોલોજીસ્ટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.ભરૂચના નિષ્ણાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ.સાગર શાહે પોતાની મેડિકલ ટીમ સાથે સેવા આપી હતી.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન, આમોદ