
ભરૂચના લિંક રોડ પર આવેલ શ્રવણ વિદ્યાધામ દ્વારા 34 વર્ષના મંગલ પ્રવેશ નિમિત્તે બે નાટય શો નું આયોજન શાળા દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં સુરતમાં બનેલી ફેનીલ અને ગ્રીષ્માંની ઘટના પર આધારિત નાટક રજૂ થયું. વર્તમાન સમયમાં બનતી અઘટિત ઘટનાને રોકવા પોલીસ તંત્ર ,ન્યાયાલય અને સરકાર દ્વારા વિશેષ પ્રયાસ થાય છે.શિક્ષણ સંસ્થાઓ પણ આ દિશામાં પ્રશંસનીય પ્રયત્ન કરી રહી છે. પરંતુ આ કાર્ય હવે સમાજ અને વાલીઓએ પણ ઉપાડવું પડશે એટલે કે આ દિશામાં વિચારવું જ પડશે.
સમાજને એક નવી દિશા મળે તે માટે શ્રવણ વિદ્યાધામ ભરૂચ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી Stop ‘નાટ્યમંચન થકી સત્યનું મંથન ના બે શો શાળા ના પ્રયાસ દ્વારા ભરૂચ શહેરના નાટ્યગૃહમાં સુરત ના નાટય કલાકારો દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક (Sp) માનનીય ડોક્ટર લીનાબેન પાટીલ પ્રથમ શો માં પોતાના સ્ટાફ સાથે હાજરી આપી. આખા નાટકને જોયું અને નાટ્ય કલાકારો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા, વાલીને પણ ચોક્કસ સંદેશ પાઠવ્યો. વિદ્યાર્થીઓ વાલીગણ અને અન્ય ઉપસ્થિત શ્રોતાજનોને પોતાની વાણીનો વિશેષ લાભ પણ આપ્યો હતો.
જ્યારે બીજા શો માં ભરૂચ ના લોકલાડીલા ધારાસભ્ય અને વિધાનસભાના મુખ્ય દંડક માનનીય દુષ્યંતભાઈ પટેલ,નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ નિરલ ભાઈ પટેલ, વિજયભાઈ શાહ,હરિહર ભટ્ટ તેમજ ઘણા મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં દીર્ઘક્લીન સેવા આપી અને વય નિવૃત્તિના પરિણામે રીટાયર થયેલ એવા આ શાળાના શિક્ષક, કારકુન અને સેવક નું શાળા ના A1 ગ્રેડ લાવનાર વિદ્યાર્થીઓ દ્વારા મોમેન્ટો અને પુષ્પ ગુચ્છ આપી સન્માન કરી એમની સેવાને શાળા એ આ તકે બિરદાવી હતી. આ કાર્યક્રમ માં હાજરી આપી તે બદલ વૈભવ બિનીવાલેએ શાળા પરિવાર સહિત તમામ મહેમાનનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માની ભવિષ્યમાં આવી ઘટનાને આપણે સૌ ભેગા મળી કહીયે STOP ની અપીલ પણ કરી હતી.