
ઝઘડીયા તાલુકાના તરસાલી ગામે આવેલ અમીર નસીર પેલેસ ખાતે આજરોજ ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ સમાજનાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, અજમેરના ગાદીપતિ હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રૂખ ચિશ્તીની હાજરીમાં ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા પાંચમાં સમુહ શાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, આયોજિત સમૂહશાદીમાં ૨૮ યુગલો લગ્નગ્રંથિથી જોડાયાં હતાં, ખ્વાજા નસીરુદ્દીન ચિસ્તી ટ્રસ્ટ દ્વારા દુલહનોને પલંગ, તિજોરી, કપડાં, રસોડા સેટ મળી કુલ ૭૩ જેટલી ઘરવપરાશની ચીજવસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.
ટ્રસ્ટના ખજાનચી હાજી અબ્દુલ કાદર શેખ તેમજ સેક્રેટરી મલેક મખદુમ અહેમદ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સમાજમાં થતા ખોટા ખર્ચાને દૂર કરવા માટે આ સમુહ લગ્નનું આયોજન દર વર્ષે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
યોજાએલ સમુહ લગ્નનું સમગ્ર આયોજન અજમેરના ગાદીપતી હજરત ખ્વાજા રૂકનુદ્દીન મોહંમદ ફર્રૂખ ચિશ્તીના માર્ગદર્શન હેઠળ ખ્વાજા નસીરુદ્દીન ચીસ્તી ટ્રસ્ટના પ્રમુખ હજરત ખ્વાજા મોઇનુલ હસન ચિશ્તી,ખ્વાજા અમિર નિશિર ચિશ્તી, ઉપપ્રમુખ હજરત ખ્વાજા સલાઉદ્દીન ચિશ્તી, ખ્વાજા રીયાજુદ્દીન ચિસ્તી, તેમજ ખ્વાજા જીયાઉદ્દીન ચિશ્તીની નિગરાણીમાં તમામ આયોજન પાર પાડવામાં આવ્યું હતું, તરસાલી ખાતે આયોજીત સમુહ લગ્નના કાર્યક્રમમાં અમદાવાદથી પધારેલ ચિશ્તીયા પરિવારના સદસ્યો હાજર રહ્યાં હતાં તેમજ ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવા, ભરૂચ તાલુકાના હોદ્દેદારો અને અન્ય મહેમાનોએ હાજરી આપી હતી.