આજરોજ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડી.એ. આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે ભરૂચ જિલ્લા ભાજપના જિલ્લા પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયાની અધ્યક્ષતામાં ભરૂચ જિલ્લા કારોબારી બેઠક મળી હતી. ભરૂચ જિલ્લાના પ્રભારી જનકભાઈ બગદાણાવાળાએ હાજરી આપી હોદ્દેદારો અને કાર્યકરોને સંબોધીત કર્યા હતા. જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય થકી પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ બેઠકમાં આવનાર સમયમાં સરકારની વિવિધ યોજનાઓ અને વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે કારોબારીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ હવે વિવિધ મંડળો ને પણ સુચના આપી પાર્ટીના કાર્યક્રમો અને વિકાસના કાર્યો મંડળના સભ્યો અને હોદ્દેદારો દ્વારા લોકો સુધી પહોંચાડી ભાજપાની વિચારધારા સાથે વધુમાં વધુ લોકોને જોડવામાં આવશે.

જિલ્લા કારોબારી બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંત પટેલ, ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી નિરલ પટેલ, ફતેસિંહ ગોહિલ, વિનોદ પટેલ, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર, કિરણ મકવાણા, અભેસિંહ રાઠોડ તેમજ જિલ્લાના હોદ્દેદારો તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here