The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચ ભાડભૂત બેરેજ,એક્ષપ્રેસ-વે અને બુલેટ ટ્રેનમાં ગયેલ જમીનના વળતર મુદ્દે ખેડૂતોએ આપ્યું આવેદન

ભરૂચ ભાડભૂત બેરેજ,એક્ષપ્રેસ-વે અને બુલેટ ટ્રેનમાં ગયેલ જમીનના વળતર મુદ્દે ખેડૂતોએ આપ્યું આવેદન

0
ભરૂચ ભાડભૂત બેરેજ,એક્ષપ્રેસ-વે અને બુલેટ ટ્રેનમાં ગયેલ જમીનના વળતર મુદ્દે ખેડૂતોએ આપ્યું આવેદન
  • ખેડૂતોએ આપ્યું અલ્ટીમેટમ, કરી એવોર્ડની હોળી

ભરૂચ જીલ્લાની ભાડભૂત બેરેજ વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેઈન માં જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ ની કલમ પ્રમાણે વળતર ન મળતાં કામ અટકાવવા બાબત જિલ્લાના ખેડૂતો દ્વારા ભરૂચ કલેકટરને આવેદન પાઠવી આગામી ૨૯મી સુધીમાં વળતર ચુકવવા અલ્ટીમેટમ આપવા સાથે કાંસીયાગામના એવોર્ડની હોળી કરી હતી.

ખેડૂતોના જણાવ્યાનુસાર સરકારની મહત્વાકાંક્ષી યોજનાઓ વડોદરા બેરેજ યોજનાઓ માં જમીન સંપાદન અધિનિયમ – ૨૦૧૩ ની કલમ પ્રમાણે વળતર મળવું જોઈએ . આ પ્રકારની કાર્યવાહી દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડ માં બુલેટ ટ્રેઈન અને વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે માં જમીન સંપાદન અધિનિયમ ૨૦૧૩ ની કલમ પ્રમાણે વળતર ચૂકવાયું છે અને ત્યારપછી જ ખેડૂતોએ જમીનનો કબજો સુપ્રત કર્યો છે.

જ્યારે ખૂબ ભરૂચ જીલ્લાની ત્રણે – ત્રણ યોજનાઓમાં ખેડૂતોએ હસતાં હસતાં જમીનો આપી દીધી અને આપણને સુરત, નવસારી અને વલસાડ ને જે વળતર મળ્યું તે પ્રમાણે ભરૂચના ખેડૂતોને વળતર મળે તેવા પ્રશાસન તરફથી આશ્વાસન રૂપી વચનો સિવાય આજ દિન સુધી કશું મળ્યું જ નથી.

ખેડૂતોને સરકારની આ ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓના વિરોધી નથી. તેઓ સરકારની સાથે છે,પરંતુ જ્યારે ભરૂચ જીલ્લામાં એન.એચ.એ.આઈ. દ્વારા મુ.પો. જુના દિવાના આર્કીટ્રેશનના રૂ .૮૫૨ / – ના ચુકાદાને ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં પડકારીને એન.એચ.એ.આઈ. એ ભરૂચના ખેડૂતોને ઘેટાં બકરાના ટોળા સમજીને વળતર આપવાની માનસિકતા છતી કરી છે . જેથી આગામી તા.૨૯ ના રોજ ભાડભુત બેરેજ, વડોદરા – મુંબઈ એક્સપ્રેસ વે અને બુલેટ ટ્રેઈનના નિર્માણની કામગીરી જયાં સુધી ઠાલા વચનો નહીં પરંતુ સુરત , નવસારી અને વલસાડ સમકક્ષનું વળતર નહીં મળે ત્યાં સુધી કામગીરી બંધ રખાવાશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની અને સરકારી પ્રશાસનની રહેશેનું અલ્ટીમેટમ આપી સુત્રોચ્ચાર સાથે એવોર્ડની હોળી કરી ન્યાયની માંગ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!