The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News અણખી વાવલી મેલડી માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો

અણખી વાવલી મેલડી માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો

0
અણખી વાવલી મેલડી માતાજી મંદિરનો ૨૪મો પાટોત્સવ ઉજવાયો

વાવલી ગામ જવાના રસ્તે મા મેલડી માતાજીનું મંદિર આવેલ છે જેનો ૨૪ મો પાટોત્સવની ભવ્યાતિભવ્ય ધાર્મિક કાર્યક્રમો સાથે ઊજવણી કરવામાં આવી જેનો મોટી સંખ્યામાં માઈ ભક્તોએ લાભ લીધો હતો.

જંબુસર તાલુકાના વાવલી જવાના માર્ગે વર્ષો જૂનું છ સાત પેઢી પહેલાંનુ મેલડી માતાજીનું મંદિર આવેલ છે આ જગ્યાએ રબારી સમાજ સહિતના બાળકો ગાયો બકરીઓ  ચરાવવા આવતા આ દીકરાઓ ચૈત્ર વૈશાખના બપોરના સમયે કોઠુ  તોડ્યું નારિયેલ બનાવવા , ત્યા  માતાજીએ કોઠામાંથી નારિયેલ બનાવી દીધું કાદવની ડાખલી ડાખલી ને ખાખરના પળ અને  વેલથી ડાખલી બાંધી તે પણ સાચી બની ગઈ હતી.તે સહિત માતાજીના પરચાની લોકવાયકા છે.

ત્યારથી આ મંદિરે ભુવાજી ભવનભાઈ અમરાભાઈ સેવા પૂજા કરતા  ત્યારબાદ ભૂવાજી મેલાભાઈ લાખાભાઈ હાલ સેવા પૂજા કરે છે  પેહલા નાની ડેરી હતી ત્યારબાદ સમસ્ત રબારી સમાજ સહિત માઈ ભક્તોના સહકારથી મંદિરનું ત્રેવીસ વર્ષ પૂર્વે નવનિર્માણ કરવામાં આવ્યું હતું  ત્યારથી મંદિરે પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે  હાલ ચોવીસ માં પાટોત્સવની ભક્તિભાવપૂર્વક વિવિધ ધાર્મિક કાર્યક્રમો થકી ઉજવણી કરવામાં આવી હતી  ઉજવણી પ્રસંગે સવારે માંડવાની થાંભલી યજ્ઞા પૂજાવિધિ નવચંડી યજ્ઞ મહાપ્રસાદી સહિત  રાત્રે મેલડી માતાજીનો લીલુડો માંડવો યોજાયો હતો  સદર ધાર્મિક કાર્યક્રમોમાં અણખી સરપંચ, અણખી વાવલી ગામના અગ્રણીઓ સમસ્ત રબારી સમાજ અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી માતાજીના દર્શન પૂજનનો લાભ લીધો હતો.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!