
પોતાના આખાબોલા વ્યક્તિત્વ માટે જાણીતા ભરૂચ નર્મદા જીલ્લાનાં સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જીલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે ભારતીય જનતા પાર્ટીના મંડળની એક બેઠકમાં આદિવાસીઓને લગતા પ્રશ્નોને ઉજાગર કર્યાં હતાં, જેમાં આદિવાસી યુવતીઓ સાથે બોગસ લોકો આદિવાસીના સ્વાંગ રચીને લગ્ન કરતા હોવાનો આક્ષેપકર્યો હતો.
સાંસદ મનસુખ વસાવાએ સેલંબા ખાતેના ભારતીય જનતા પાર્ટીના મંડળની બેઠકમાં જણાવ્યું હતું કે નર્મદા જીલ્લામાં કેટલાક લોકો ખોટા આદિવાસી બની જીલ્લાની આદિવાસી છોકરીઓને ફસાવતા હોય છે, તેમની સાથે લગ્ન કરી બે ત્રણ વર્ષ આદિવાસી યુવતીઓ સાથે રહી તેમને છોડી દેવામાં આવે છે, અને આ બોગસ બની બેઠેલા આદિવાસીઓ બીજી આદિવાસી યુવતી સાથે લગ્ન કરે છે, જેથી આવા લોકો જે આદિવાસી યુવતીઓનું સોષણ કરે છે તેવા લોકો નો સહુને સાથે મળી ને વિરોધ કરવા ની હાંકલ કરી હતી.
આ ઉપરાંત તેઓએ જાતિ અંગે ના પ્રમાણપત્રો નો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. જે પ્રમાણપત્રો આપવામાં આવ્યાં છે તે રદ કરી અને જે કાયદો આદિજાતિઓનાં પ્રમાણપત્રો માટે પૂર્વ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી દ્વારા બનાવવામાં આવેલ તેનો અમલ કરવામા આવે ની માંગ તમામ આદિવાસી સમાજના આગેવાનો કરે એવી હાંકલ કરી હતી.
ભારતીય જનતા પાર્ટીના કાર્યક્ર્મમાં સાંસદ મનસુખ વસાવા એ આદિવાસી યુવતીઓના બોગસ આદિવાસીઓ સાથે લગ્ન થતાં હોવાનો મુદ્દો ઉઠવ્યો છે ત્યારે આ મામલે સરકાર આવા બોગસ આદિવાસીઓ કોણ? કોણ કરી રહ્યું છે આદિવાસી યુવતીઓનું શોષણ? શું આ માંમલે જ્યારે ભારતીય જનતા પાર્ટીના સાંસદ દ્વારા જ જાહેર મંચ પરથી આરોપ લગાવ્યો છે ત્યારે આની તપાસ હાથ ધરવામાં આવશે ખરી?? બોગસ બની બેઠેલા આદિવાસીઓ સામે આદિવાસી યુવતીઓના શોષણ મામલે કાર્યવાહી હાથ ધરાશે ??
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા