
તા.૧૨-૦૫-૨૦૨૨ ના રોજ ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભરૂચ ખાતે આવનાર હોય ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા મુખ્યમંત્રીની મુલાકત માટેની માંગ કરવામાં આવી છે. જે અનુસંધાને જિલ્લા કલેકટરને પત્ર પાઠવી યોગ્ય કરવા જણાવાયું છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિંહ રણાના જણાવ્યાનુસાર ભરૂચ જિલ્લાના જન-હિતના પ્રશ્નોની રજૂઆત કરવાની હોય આ અંગે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરાવવા વિનતી કરી છે.
ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ પરિમલસિંહ રણાના જણાવ્યાનુસાર ભરૂચ જિલ્લાના યુવાનો બેકાર છે.,ખેડૂતો લાચાર છે., મોંધવારીએ માઝા મૂકી છે.,વિધવાઓની આખોમાં આંસુ છે.,રાંધણગેસના ભાવોમાં વધારો થયો છે.,સી.એન.જી. ના ભાવ દિન-પ્રતિ દિન વધતા હજારો રીક્ષા ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે. આવા અનેક પ્રશ્નો છે.જેના ઉકેલ લાવવા જરૂરી છે.
ભરૂચ શ્રવણ ચોકડી પાસે શ્રવણ ફલાય-ઓવર બ્રીજ ને સૈધાન્તિક મંજૂરી મળ્યા હોવા છતાં અગમ્ય કારણોસર ફલાય ઓવરના નિર્માણ અંગે વિલંભ થઈ રહયો છે. જેના કારણે અકસ્માતોના બનાવો અને અન્ય બનાવો બની રહયા છે. ત્યારે આ ફલાય-ઓવર બ્રીજનું નિર્માણ તાત્કાલિક ચાલુ થાય તેવી રજૂઆત છે.
ભરૂચ જિલ્લાના ખેડૂતોને ખેતી માટેની વીજળી સમયસર મળતી નથી તેમજ માત્ર અને માત્ર ૦૪ થી ૦૫ કલાક વીજળી મળે છે. ત્યારે સરકાર દ્વારા નક્કી કરેલ સમય મુજબ વીજળી મળે તેવા ભરૂચ જિલ્લાના ખેડુતોની માંગણી છે.
ભરૂચ જિલ્લામાં ઔધીગિક વિસ્તાર આવેલ છે. જેમાં પ્રદૂષણ જેવી સમસ્યા દિવસે-દિવસે વધી રહેલી છે. ત્યારે તેને નિયંત્રણમાં લાવવામાં આવે તેવી ભરૂચ જિલ્લાના લોકો વતીની રજુઆત કરી છે.