વાગરા તાલુકાના ઓરા ગામ નજીકથી એક ઈસમની લીમડાના ઝાડ સાથે ગળે ફાંસો ખાધેલી હાલતમાં લાસ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
વાગરા તાલુકાના ઓરા ગામ ખાતે રહેતા સંજયભાઈ ગણપતભાઇ વસાવા આજ રોજ સવારના નવ વાગેથી સાંજના સાતેક વાગ્યા પહેલા કોઈપણ સમય દરમિયાન કામ ધંધા અને નોકરીના ટેન્શનમાં વસ્તી ખંડાલી ગામના ઝાકીર ભાઈના ખેતરમાં આવેલ લીમડાના ઝાડ પર નાઈલોનની દોરી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી જીવન ટૂંકાવ્યું હતું. લીમડાના ઝાડ સાથે લાસ લટકતી જોઈ વાગરા પોલીસને જાણ કરાતા વાગરા પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને લાશનો કબજો મેળવી વાગરા સીએચસી ખાતે પીએમ અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરાઇ હતી.