ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે એપીએમસી ખાતે મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કારોબારીની રચના કરવામાં આવી હતી. સંઘના જિલ્લા તેમજ પ્રદેશ કક્ષાના અગ્રણીઓની ઉપસ્થિતિમાં મળેલ બેઠકમાં ભારતીય કિસાન સંઘના ઝઘડીયા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.

જેમાં પ્રમુખ તરીકે ભાવેશભાઈ પટેલ ઝઘડીયા, ઉપપ્રમુખ તરીકે હેમરાજસિંહ રાઠોડ ટોઠીદરા, મંત્રી તરીકે વસંતભાઈ દેસાઈ, સહમંત્રી તરીકે  ભૌમિકભાઈ પટેલ તેમજ કોસાધ્યક્ષ તરીકે ધર્મેન્દ્રસિંહ પરમારની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. ભારતીય કિસાન સંઘની ઝઘડીયા તાલુકા કરોબારીની રચના કરવામાં આવતા તાલુકાના ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી. ઉલ્લેખનીય છેકે ભારતીય કિસાન સંઘ ખેડૂતોના વિવિધ પ્રશ્નો અને સમસ્યા બાબતે હંમેશા જાગૃત રહીને ખેડૂતોના વિવિધ પ્રશ્નોની યોગ્ય સ્તરે રજુઆત કરે છે. ત્યારે સંઘના ઝઘડીયા તાલુકાના સંગઠનની રચના કરાતા તાલુકાના ખેડૂતોના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે સંગઠન કામગીરી કરશે. આ પ્રસંગે સંઘના નવનિયુક્ત તાલુકા હોદ્દેદારોએ સંઘ દ્વારા તેમનામાં મુકાયેલ વિશ્વાસ બદલ આભારની લાગણી વ્યક્ત કરી હતી અને તેઓ તાલુકાના કિશાનોને મદદરૂપ થઇ શકે તે માટે હંમેશ કટિબધ્ધ રહેશે એમ જણાવ્યું હતું.

  • ફારૂક ખત્રી,ન્યુઝલાઇન, રાજપારડી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here