- વીજ થાંભલા પર બેઠેલા મોરનો શિકાર કરવા જતાં દિપડાને લાગ્યો વીજ કરંટ, દીપડા અને મોરનું મોત
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા રાષ્ટ્રીય પક્ષી મોરનો શિકાર કરવા જતાં શિકારી દિપડો અને બચવા જતા મોર બન્નેવને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજયા છે. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની સીમમાં વીજ થાંભલા ઉપર બેસેલા મોરનું મારણ કરવા જતાં વીજ કરંટ લાગવાથી દિપડો અને મોરનું મોત નીપજ્યું હતું.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામે વીજ થાંભલે મોર બેસેલો હતો. જેને પોતાનો ખોરાક બનાવવા ક્યાંકથી ત્રાટકેલા દિપડાએ પ્રયાસો હાથ ધર્યા હતા. વીજ થાંભલા ઉપર રાષ્ટ્રીય પક્ષી મોરના મારણ કરવાના દિપડાના પ્રયાસો અને બીજી તરફ બચવાના મોરના પ્રયત્નોમાં બન્ને મોતને ભેટ્યા હતા.
વીજ કરંટ લાગવાથી મોતને ભેટેલા બંન્નેવ શિડયુલ એકના પ્રાણી અને પક્ષીના મૃતદેહ વન વિભાગે મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી. અંતિમ સંસ્કારની વિધિ હાથ ધરી હતી. વીજ થાંભલા ઉપર ચઢવા જતા દિપડો જીવંત વીજ તારને અડકી જતા જમીન ઉપર પટકાયો હતો. જ્યાં સ્થળ પર જ તેનું મૃત્યુ થયું હતું. જ્યારે મોર પણ પોતાનો જીવ બચાવવા જતા વીજ કરંટ થી મોતને ભેટયો હતો.