
દેડીયાપાડાના ગારદા નાં ડુંગરમાં એકા એક અંદાજિત ભરબપોરે ૧૨ વાગ્યાની આસપાસ વિકરાળ આગ ફાટી નીકળતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટના બાદ ગારદા નાં ગ્રામજનો દ્વારા આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરી દીધા હતાં. બીજી બાજુ આગ લાગવાની જાણ સરપંચ અને તલાટીકમ મંત્રી તેમજ તાલુકા વિકાસ અધિકારીને કરતાં તલાટીકમ મંત્રી જાદવભાઈ વસાવા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાણીના ટેન્કર ની વ્યવસ્થા કરી ગ્રામજનો સાથે આગ બૂઝાવવાના પ્રયાસોમાં લાગી ગયા હતા.
ગારદા નાં ડુંગર પર બપોરે અચનાક જ આગ લાગી હતી. જેને લઈને આસ-પાસના વિસ્તારોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બીજી તરફ આ ઘટના દરમિયાન ગરમ અને સૂકા પવનોની ગતિ વધતાં આગની જાળ વધુ વિકરાળ થવા પામી હતી. મહત્વનું છે કે, આગને કાબૂમાં લેવા માટે સ્થાનિકોએ ભારે જહેમત ઉઠાવી હતી. અને ચાર કલાક બાદ જેમતેમ આગ ને કાબૂમાં લીધી હતી. તેમજ (૧)પટેલ વિલ્પા રિશી નો સોલર પેનલ, પાઇપો, ઘાસચારો ૪૦,૦૦૦/- (૨)વસાવા બિપીન.રતિલાલ, નો ઘાસ ચારો ૩૦૦૦/- , (૩)પટેલ દિલીપ વાલજી નો ઘાસ ચારો ૨૦૦૦/-, (૪)વસાવા દાનિયેલ નવજી નો ઘાસ ચારો ૨૮૦૦/-, તેમજ (૫)વસાવા વિજય ફતેસિગનો ઘાસ ચારો ૨૦૦૦/- નો સળગીને ખાક થઇ ગયો હતો. જે મળીને કુલ ૪૯,૮૦૦/- નું નુકશાન થયું છે.
જો કે, આ સમગ્ર મામલે શરૂઆતમાં સ્થાનિક તંત્રના કર્મીઓ નિષ્ક્રીય પણ રહેતા લોકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો હતો. બીજી તરફ આ આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજી સુધી અકબંધ રહેવા પામ્યું છે.
- રિપોર્ટર: સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા