શાળાનો ફિ વધારો અને ડોનેશન પ્રથા બંધ કરવા ભરૂચ આમ આદમી પાર્ટીએ રેલી સાથે આપ્યું આવેદન

0
52

પ્રાઈવેટ સ્કૂલની ફિ વધારો પાછો ખેંચવા તેમજ ડોનેશન પ્રથા બંધ કરવા FRC કમિટીમાં વાલી સભ્યનો સમાવેશ સહીત અન્ય માંગણીઓ બાબત રેલી કાઢી ભરૂચ જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું હતું.

આવેદનમાં ઉલ્લેખાયું કે, ગુજરાતમા શિક્ષણનો બેફામ વેપાર થઈ રહયો છે. ખાનગી શાળાઓની મનમાની સામે ગુજરાતનો વાલી લુંટાઈ રહયો છે. આમ આદમી પાર્ટી શિક્ષણને મહત્વ આપનારી પાર્ટી છે. દિલ્લી અને પંજાબમા આમ આદમી પાર્ટીની સરકારે ખાનગી શાળાના ફિ વધારા ઉ૫૨ તેમજ ડોનેશન ઉ૫૨ પ્રતિબંધ મુકયો છે. આમ આદમી પાર્ટીની સ૨કારે ખાનગી શાળા દ્વારા પુસ્તકો કે યુનિફોર્મ કે બુટ–મોજા ખરીદી બાબતે દબાણ કરવા ઉપર પણ પ્રતિબંધ મુકયો છે.ત્યારે ગુજરાતની જનતાને પણ આ હકક મળવો જોઈએ.

કોરોના પછી લોકોની આવકમા અત્યંત ઘટાડો થયો છે. બીજી બાજુ મોંઘવારી પણ વધતા સામાન્ય માણસ માટે ઘરના બે છેડા ભેગા કરવા મુશ્કેલ બન્યા છે. એવા સમયે પૈસાના અભાવે ગુજરાતના બાળકનું શિક્ષણ ન બગડે તેમજ ગુજરાતના વાલીઓને રાહત મળે તે માટે આમ આદમી પાર્ટી દ્વારા પ્રાઈવેટ સ્કૂલમાં ફિ વધારો પાછો ખેંચવામા આવે,ડોનેશન પ્રથા બંધ ક૨વામાં આવે, ડોનેશન માંગના૨ ઉ૫૨ કાર્યવાહી ક૨વામા આવે, પુસ્તકો , યુનિફોર્મ , નોટબુક, બુટ– મોજા વગેરે કોઈ ચોકકસ દુકાનેથી જ ખરીદવા બાબતે પ્રાઈવેટ સ્કૂલોની મનમાની બંધ ક૨વામા આવે, પ્રાઈવેટ સ્કૂલના શિક્ષકો અને અન્ય સ્ટાફનુ શોષણ બંધ ક૨વામા આવે, FRC કમિટીમાં વાલીઓનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવે. ગુજરાતની જનતા આશા, અપેક્ષા અને વિશ્વાસનું નેતૃત્વ કરતા પક્ષ તરીકે જનતા વતી આમ આદમી પાર્ટીની આ માંગણીઓ સંદર્ભે યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો આગામી દિવસોમાં લોકશાહી ઢબે પ્રદર્શન ક૨વામા આવશે ની ચિમકી પણ ઉચ્ચારાઇ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here