UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજી ધ્વારા Reva Fest 2022 વાર્ષિક મહોત્સવની ઉજવણી એઆઈએ હોલ અંકલેશ્વર ખાતે રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઈ દેસાઈની પ્રેરક ઉપસ્થિતિમાં સંપન્ન થઈ હતી. આ પ્રસંગે જીઆરપી લી.ના મેનેજીંગ ડાયરેક્ટર રાજેન્દ્ર ગાંધી, UPL યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના ચાન્સેલર શ્રીમતિ સાંદ્રશ્રોફ, UPL યુનિવર્સિટીના મીરા પંજવાણી, ટ્રેઝરર કિશોર સુરતી, ટ્રસ્ટી બી.ડી.દલવાડી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Reva Fest 2022 વાર્ષિક મહોત્સવની ઉજવણીની થીમ Cultural Festival હતી જેમાં ૨૦૦ જેટલાં વિદ્યાર્થીઓએ થીમ આધારિત ભારતીય સંસ્કૃત્તિ, જ્ઞાન, વંદન, ચિત્રકથા, નાટ્ય ઉપર ખુબ જ સુંદર રીતે પ્રદર્શન કર્યું હતું. જેને સૌએ નિહાળ્યું હતું. આ પ્રસંગે બેસ્ટ સ્ટુડન્ટ અને સ્ટાર ઓફ સ્ક્રીટની ઘોષણા કરી જે તે વિદ્યાર્થીને મંત્રી તથા મહાનુભાવોના હસ્તે પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વેળાએ યોજેલ પ્રદર્શનનું પણ મંત્રીએ નિરીક્ષણ કર્યું હતું.

પ્રાસંગિક ઉદબોધનમાં મંત્રી કનુભાઈ દેસાઈએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને મહેનત અને સફળતા વચ્ચેની ચાવી વિશે ખુબ જ સુંદર ઉદાહરણ આપી સમજણ આપી હતી. કાર્યક્રમના સુંદર આયોજન બદલ UPL યુનિવર્સિટીને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે અંકલેશ્વર ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ ગાબાણી, પૂર્વ પ્રમુખ એન.કે.નાવડીયા, એસોસિએશનના હોદ્દેદારો, રોટરી કલબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ જીગ્નેશ પટેલ અને અન્ય સભ્યો શ્રીકાંત વાઘ, ઈ.ચા. રજીસ્ટ્રાર ધર્મેશ પટેલ, સાયન્સ અને ટેકનોલોજીના ડીન, ડૉ. સ્નેહલ લોખંડવાલા, એન્જીનિયરીંગ ડીન, ડૉ. ઓમપ્રકાશ, અધ્યાપકગણ, કર્મચારીગણ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here