જંબુસરના પૌરાણિક શ્રી રામજી મંદિર ખાતે પણ સૌના પ્રેરણાસ્ત્રોત અને પ્રત્યેક સનાતની હિન્દુ નું ગૌરવ એવા મર્યાદા પુરૂષોત્તમ પ્રભુ શ્રીરામની જન્મ જયંતીની ઉજવણી નિમિત્તે રામોત્સવ પ્રસંગ યોજાયો જેમાં સવારથી રામભક્તો રામમય બની ગયાં હતાં. રામજી મંદિર ખાતેથી સવારે પ્રભાતફેરી નીકળી નગરના માર્ગો પર ફરી હતી. બપોરે બાર કલાકે પ્રભુ શ્રીરામ જન્મ પ્રસંગે મહાઆરતી યોજાઇ હતી. જેમાં માજી મંત્રી છત્રસિંહ મોરી માજી ધારાસભ્ય કિરણભાઇ મકવાણા પાલિકા સદસ્યો અગ્રણીઓએ મહાઆરતીનો લાભ લીધો હતો અને રાત્રે ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
આ સહિત વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળ જંબુસર દ્વારા પણ રામોત્સવ પ્રસંગે ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.સવારે પિશાચેશ્વર મહાદેવ મંદિરથી બાઈક રેલીનું હોદ્દેદારો દ્વારા કેસરિયો લહેરાવી પ્રસ્થાન કરાવ્યું હતું અને નગરના ટંકારી ભાગોળ કાવાભાગોળ પઠાણી ભાગોળ ઉપલીવાટ કોર્ટે બારણાં સહિતના માર્ગો પર ફરી પારસ કબીર મંદિર ખાતે સમાપન કરવામાં આવ્યું હતું અને બપોરે રામજી મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળી નગરના રાજમાર્ગો પર ફરી હતી.
શોભાયાત્રામાં વ્યાયામશાળા, વક્રતુન્ડ પુનેરી ઢોલ, તાશા, ડીજે ,ઉભુ ભજન મંડળ , આદિવાસી નૃત્ય કલા વેશભૂષા સહિત ટ્રેકટરો પણ શણગારી હિન્દુ સંસ્કૃતિના દર્શન કરાવી વિશેષતા જોવા મળી હતી. આ શોભાયાત્રાનું ઠેરઠેર ગલીએ મોહલ્લામાં રામ ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરાયું અને રામ નવમીની શ્રધ્ધા અને ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.
શોભાયાત્રામાં દક્ષિણ ગુજરાત પ્રાંત મંત્રી અજયભાઈ વ્યાસ જિલ્લા ઉપાધ્યક્ષ બિપીનભાઈ પટેલ સાધુ સંતો રાજકીય અગ્રણીઓ છત્રસિંહ મોરી કિરણભાઇ મકવાણા પિન્ટુભાઇ પઢીયાર બાલુભાઈ ગોહિલ નીતિનભાઈ પટેલ સહિત હોદ્દેદારો સહિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ જંબુસર પ્રખંડ તથા નગર સમિતિના કાર્યકરો ભાઈઓ બહેનો મોટીસંખ્યામાં જોડાયા હતા.
- સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર