
- ગુજરાત હાઇકોર્ટનો અંતિમ હુકમ ના થાય ત્યાં સુધી અથવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ના થાય ત્યાં સુધી કલેકટરનો હુકમ.
આમોદ નગરપાલિકાના અણઘડ અને અંધેર વહીવટથી આમોદની પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી.જે બાબતે આમોદ પાલિકાના વિપક્ષી નેતા મહેન્દ્રભાઈ દેસાઈએ આમોદ પાલિકાના પ્રમુખ મહેશભાઈ પટેલ તેમજ ઉપપ્રમુખ ઉષાબેન પટેલ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવ્યા હતાં.અને ત્રીજી માર્ચના રોજ આમોદ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામે ૧૭ સદસ્યોની બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.જેમાં અપક્ષના ૧૦ સદસ્યો તેમજ ભાજપના સાત સદસ્યોએ પ્રમુખ ઉપપ્રમુખની અવિશ્વાસની તરફેણમાં મતદાન કરતાં અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ હતી.
ત્યારે હાલમાં ગુજરાત હાઇકોર્ટમાં કેસ પેન્ડિંગ છે.પ્રમુખ ઉપપ્રમુખ વગર આમોદ પાલિકામાં વહીવટી કામમાં મુશ્કેલી ઉભી થઇ હતી.જેથી ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાએ ગુજરાત નગરપાલિકા અધિનિયમ ૧૯૬૩ ની કલમ ૪૨(૭) મુજબ મળેલી સત્તાની રૂએ આમોદ પાલિકામાં ચૂંટાયેલા સદસ્યો પૈકી વોર્ડ.નં.૧ ના શાંતાબેન જયંતીભાઈ રાઠોડને નામદાર ગુજરાત હાઇકોર્ટ અમદાવાદનો અંતિમ હુકમ ના થાય ત્યાં સુધી અથવા પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી ના થાય ત્યાં સુધી પ્રમુખની સત્તા,કાર્યો અને ફરજો બજાવવાનો હુકમ કર્યો હતો.હવે આમોદ નગરપાલિકામાં ઇન્ચાર્જ પ્રમુખ તરીકે શાંતાબેન જયંતીભાઈ રાઠોડે ચાર્જ સંભાળ્યો હતો.
- વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ