આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણીના ભાગરૂપે આઝાદીકા અમૃત મહોત્સવ તેમજ ભાજપના સ્થાપના દિન ની ઉજવણીના ભાગરૂપે યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા વિસ્તારોમાં યુવા ભાજપ દ્વારા બાઇક રેલી નું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજરોજ યુવા ભાજપ મોરચા દ્વારા યુવા પ્રમુખ રૂષભ પટેલની અધ્યક્ષતામાં જંબુસર તાલુકાના અણખી ગામેથી બાઇક રેલીનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
આ બાઈક રેલી ભરૂચ જિલ્લાના પાંચેય વિધાનસભા તબક્કાવાર ફરી સ્વાતંત્ર સેનાની શાહિદ પરિવાર તેમજ ફ્રન્ટ લાઇન કોરોના વોરિયર્સ ના ઘરના આંગણાની માટી કળશમાં લઇ પ્રદેશ યુવા પ્રમુખ આગામી ૨૬મી એપ્રિલ ના રોજ નેત્રંગ ખાતે પ્રદેશની બાઈક યાત્રા લઈને આવનાર છે જેને કળશ અર્પણ કરી જિલ્લાના સ્વાતંત્ર સેનાની,શહીદ પરિવાર કોરોના વોરિયર્સસો ને દેશ માટે આપેલી સેવાઓ અને બલિદાનોને યાદ કરી સન્માન આપવામાં આવનાર હોય ભરૂચ યુવા ભાજપ દ્વારા અણખી ગામે થી બાઇક રેલી કાઢવામાં આવી હતી.આ બાઇક રેલીમાં યુવા ભાજપ પ્રમુખ રૂષભ પટેલ, ધર્મેન્દ્ર પુષ્કર્ણા, શક્તિસિંહ પરમાર જયદીપ પટેલ, પાર્થ પટેલ, ભાવિક પટેલ, અમિત રબારી સહિતના જંબુસર તાલુકાના યુવા મોરચાના સદસ્ય અને મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉપસ્થિત રહી બાઈક રેલીને સફળ બનાવી હતી.