• નગરજનોમાં પાલિકા શાસકો સામે રોષ.

આમોદ નગરમાં હાલ ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય ફેલાયું હોય નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. આમોદ નગરમાં છેલ્લા ઘણા સમયથી સફાઈ કામદારો તેમની પડતર માંગણીઓને લઈને પ્રતીક ઉપવાસમાં જોડાયા છે.ત્યારે નગરમાં ચારે તરફ ગંદકીને કારણે લોકોમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.આમોદ પાલિકાના શાસકો એક તરફ પ્રમુખ ઉપપ્રમુખની વિરુદ્ધ થયેલી અવિશ્વાસની દરખાસ્ત બાબતે રાજકીય સોગઠાબાજી વ્યસ્ત બન્યા છે.

બીજી બાજુ સફાઈ કામદારો પ્રતીક ઉપવાસમાં જોડાઈ સફાઈ કામગીરી બંધ કરી સંપૂર્ણ હડતાળમાં જોડાયા છે.જેથી આમોદ નગરમાં મુકેલી કચરપેટીઓ પણ છલકાઈને કચરો રસ્તા ઉપર ઉડી રહ્યો છે.તેમજ બજારમાં લોકો પણ સડેલા શાકભાજી સહિતની વસ્તુઓ રસ્તા ઉપર નાંખતા હોય કચરાના ઢગલાથી જાણે ઉકરડો બની ગયો હોય તેમ લાગી રહ્યું છે.અને અસહ્ય ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.ત્યારે નગરજનોમાં ગંભીર રોગચાળો ફેલાઈ તેવી દહેશત ફેલાઈ ગઈ છે.

  • વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here