
ભરૂચ જિલ્લા એસ.પી. રાજેંન્દ્રસિંહ ચુડાસમાની બદલી થતાં પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડ કવાટર્સ ખાતે વિદાય સમારોહ યોજાયો. તો નવ નિયુક્ત એસ.પી. ડો.લીના પાટિલને આવકારવામાં આવ્યા હતા.ત્રણ વર્ષ આંઠ મહિના અને આંઠ દિવસ સુધી ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક તરીકે સેવા બજાવનાર એસ. પી.આર.વી.ચુડાસમાને અદકેરું અભિવાદન સાથે સપરિવાર વિદાય આપવામાં આવી હતી.
BHARUCH
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, ડી.ડી.ઓ. યોગેશ ચૌધરી,પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાંસિયા,વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા,ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા,જિ.પં. પ્રમુખ અલ્પાબેન પટેલ,પાલિકા પ્રમુખ અમીત ચાવડા, કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત જિલ્લાના ભાજપાના હોદ્દેદારો અને ઇન્ડસ્ટ્રીયાલીસ્ટો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પ્રસિદ્ધ કલાકાર અભેસિંગ રાઠોડ અને રાધાબેન વ્યાસનો ભવ્ય કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ તરફ પંચમહાલ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટિલની ભરૂચ ખાતે બદલી થતાં તેઓના આવકાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. તો બીજી તરફ યાદોના સંભારણા સાથે ભરૂચ જિલ્લા પોલીસ વડા આર.વી.ચુડાસમાને અને એલ.સી.બી.પી આઇ જયવીરસિંહ ઝાલાને પણ સુરત ખાતે બદલી થતાં સન્માન સાથે વિદાય આપી આગામી દિવસોમાં પણ તેઓ ખુબ પ્રગતીના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. ઉપસ્થીત મહાનુભવોએ વિદાય લેતા પોલીસ અધિકારી આર.વી.ચુડાસમાએ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જાળવવા કરેલા પ્રયાસને સૌ કોઈએ બિરદાવ્યો હતો.કાર્યક્રમનું સફળ સંચાલન પરિમલ રાણાએ કર્યું હતું.