- ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના સહયોગથી રૂપિયા દોઢ કરોડના માતબર ખર્ચે નવનિર્માણ કરાયું.
ભરૂચ શહેરની જનતામાં ખેલકૂદ ક્ષેત્રે રૂચી વધે તેમજ જિલ્લાના રમતવીરો રમતગમત ક્ષેત્રે કારકિર્દી બનાવે તે હેતુસર સાથે તમામ સુવિધા એક જ સ્થળે મળી રહે તેવા આશયથી જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાના પ્રયત્નો થકી પોલીસ હેડક્વાટર્સ ખાતે નવનિર્માણ પામેલ બાસ્કેટ બોલ અને ટેનીશ કોટ, વોલીબોલ ગ્રાઉન્ડનું આજ રોજ ઉપસ્થીત મહાનુભવોના હસ્તે ઉદ્દધાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ પોલીસ હેડકવાટર ખાતે ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક એકમોના રૂપિયા દોઢ કરોડ જેટલી માતબર રકમના સહયોગથી નવનિર્માણ કરવામા આવેલ બાસ્કેટ બોલ / ટેનીસ કોર્ટ અને વોલીબોલ ગ્રાઉન્ડનું લોકાર્પણ ભરૂચ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ તુષાર ડી. સુમેરાની વિશેષ ઉપસ્થિતિમાં મુખ્યઅનુદાતા જે . એસ . નાયક -એમ. આર. એફ. લીમીટેડ દહેજ,ઓ.એન.જી.સી પેટ્રોએડીસન્સ લીમીટેડ(ઓપાલ)દહેજ,બિરલા ગ્રાસીમને યોગેશ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી ભરૂચ અને રાજેન્દ્રસિંહ ચુડાસમા પોલીસ અધિક્ષકના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અકધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું કે, અવાનારા સમયમાં ભરૂચ જિલ્લાના પોલીસ યુવાનો અને જિલ્લાના તમામ રમતવીરો આ ગ્રાઉન્ડનો સારી રીતે ઉપયોગ કરી રમતગમત ક્ષેત્રે પોતાની કારકીર્દી બનાવે એવા શુભાષય થી આ ગ્રાઉન્ડ બનાવવામાં આવ્યા છે અને આ તકે તમામ સહયોગ કરનાર દાતાઓનો ભરૂચ જિલ્લા અને જિલ્લા પોલીસ વતી આભાર માનું છું કે જેમણે માતબર યોગદાન આપી રમતવીરોને મોટીવેશન પુરૂ પાડ્યું છે.