ઉબેર ગામના બે યુવાનો ધારી ધોધમાં ડૂબી ગયાં હતાં તેમની સ્મશાન યાત્રામાં જનમેદની ઉમટી પડી હતી.અને આખું ગામ હિબકે ચઢ્યું હતું ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.

નેત્રંગના ધારીયા ધોધ ઉપર જંબુસર તાલુકાના ઉબેર ગામના હરિભક્તો સ્વામિનારાયણ મંદિરે   આત્મીય સ્નેહ મિલનના કાર્યક્રમમાં ગયાં હતાં જ્યાં કરજણ નદીમાં મિત્રો ન્હાવા પડયાં હતા  તે દરમ્યાન નાહવા પડેલો એક મિત્ર અચાનક ડૂબવા લાગ્યો હતો કે ડૂબતા સાથી મિત્રને  બીજા બે મિત્રો બચાવવા પડ્યા હતા  તે સમયે અચાનક બૂમાબૂમ થતા વાતાવરણ તંગ બની ગયું હતું  જંબુસર તાલુકાના ઉબેર ગામના વતની વિશાલભાઈ પરમાર અને રાકેશભાઇ પઢિયારનાઓ નું  પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું હતું જ્યારે અન્ય એક યુવક ઠાકોર વિપુલભાઈ બચી જવા પામ્યો હતો તે યુવકને નેત્રંગ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ બનાવ અંગે નેત્રંગ પોલીસે જરુરી કાર્યવાહી હાથ ધરી બન્ને યુવકોની લાશને પીએમ અર્થે ખસેડવામાં આવી હતી  સદર બનાવની જાણ વાયુવેગે ગામમાં પ્રસરતા ગામમાં શોકની કાલિમા છવાઈ હતી અને બંન્ને યુવકોના પરિવાર પર જાણે આભ ફાટ્યું હતું  કુબેરના વાડીફળિયામાં વિશાલભાઈ પરમાર તથા મોટા ચકલા ફળિયામાં રાકેશભાઈ પઢિયારની લાશ આવતા જ પરિવાર હૈયાફાટ રૂદન કરતાં નજરે પડ્યાં હતા બન્ને જીગરી દોસ્તોની અંતિમ વિધિ સ્મશાનયાત્રા એકસાથે  ઉબેર ગામમાં નીકળી હતી તે સમયે ગ્રામજનો સહિત હરિભક્તો મોટી સંખ્યામાં જોડાયાં હતાં  નવયુવાનોની સ્મશાનયાત્રામાં આખું ગામ આક્રંદ કરતું હિબકે ચડયું હતું અને ગામમાં ઘેરા શોકની લાગણી પ્રવર્તી હતી.

  • સંજય પટેલ,ન્યુઝલાઇન,જંબુસર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here