ભરૂચ તાલુકાના નબીપુરમાં DGVCL ના ટ્રાન્સફૉર્મર DP પર મૂકેલી LT સપ્લાય કન્ટ્રોલ સ્વિચમાં આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી, લાઈમેનની ત્વરિત કામગીરીથી મોટું નુકસાન ટળી જવા પામ્યું હતું.
ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં DGVCL નો પાવર સપ્લાય ગામને પહોંચાડવા માટે ગામમાં વિવિધ સ્થળોએ આશરે 12 જેટલા વીજ ટ્રાન્સફોર્મરો મૂકેલા છે. જે પૈકી આજે વહેલી સવારે કુંભારના ખાડા પાસે આવેલ DP ઉપર મૂકેલી LT પાવર સપ્લાય સ્વિચ બોક્ષમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગતા અફરાતફરી સાથે દોડધામ મચી જવા પામી હતી.
આ ઘટનાની જાણ DGVCLના લાઈનમેન અશોકભાઈ ને કરતા તેઓ ત્વરિત ઘટના સ્થળે તેમના હેલ્પરો સાથે આવી પહેલા હાઇટેનસન પાવર સપ્લાય બંધ કરી દીધો હતો અને વીજ ટ્રાન્સફૉર્મરમા કોઈ નુકશાન ના થાય તેના માટેના પગલાં લીધા હતા. વીજપુરવઠો બંધ કરી તેઓએ તેમની ટીમ સાથે સમારકામ શરૂ કરી દીધું હતું અને ગણતરીના કલાકોમાં વીજપુરવઠો રાબેતા મુજબ કરી દીધો હતો. લાઈમેનની ત્વરિત કામગીરીને કારણે DGVCL ના અને ગ્રાહકોના વીજ ઉપકરણોને મોટા નુક્શાનમાંથી બચાવ્યા હતા