રાષ્ટ્ર પર આવેલ આપત્તીના સમયે સેવાકાર્યોમાં હંમેશા અગ્રિમ રહેતા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ભરૂચ નગર તેમજ સંઘ પ્રેરિત વિવિધ સંગઠનો તથા સમાજ માં સેવારત વિવિધ સંસ્થા સાથે સૌ સંગઠિત પ્રયાસ થી એક બીજાને પૂરક બની સેવાકાર્ય વધુ અસરકારક બનાવી શકીએ તે માટેનું સામુહિક ચિંતન થાય તે હેતુથી એક સેવા મિલનનો કાર્યક્રમ ભરૂચના શકિતનાથ નજીક શંભુ ડેરી પાસે મનિષાનંદ સોસાયટી ખાતેની શાંતિ વિદ્યાલયમાં આયોજન કરવામાં આવ્યું હતું.
આર.એસ.એસ.ના ટૂંકા નામથી ઓળખાતું સ્વયંસેવી સંગઠન એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તેમના રાષ્ટ્રભક્તિ યુક્ત શાખા કાર્યોથી તો ઓળખાય જ છે સાથો સાથ રાષ્ટ્ર પર જ્યારે કુદરતી કે માનવસર્જિત આપત્તી આવી પડે છે ત્યારે સેવા કાર્યોમાં સંઘના સ્વયંસેવકો સૌથી આગળ પડતા હોય છે.સંઘની શાખાઓ ભારતીયોને પોતાની માતૃભૂમિ સાથે, મૂળભૂત સંસ્કૃતિ સાથે મજબૂત રીતે સાંકળી રાખનારી એક કડીરૂપ છે. ‘રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ’ એક સંસ્થા માત્ર નથી, એ સ્વદેશ સાથે સંયોજન કરનારી જીવનદોર છે! પરંપરા છે!
આ કાર્યક્રમમાં આર.એસ.એસના સ્વયંમ સેવકો સહિત સમાજમાં વિવિધ સેવાકિય પ્રવૃત્તિ સાથે સંકડાયેલ મહાનુભવો ઉપસ્થીત રહ્યા હતા અને સ્માજની જરૂરીયાત સાથે કદમ્થી કદમ મિલાવી કેવી રીતે સેવા કાર્યને વધુ સારી રીતે સમાજૌપયોગી બનાવાય તે અંગે વિસ્તૃત ચર્ચા અને વિચારોનું આદાન પ્રદાન કરાયું હતું.