ભરૂચ જિલ્લા સાંસદ મનસુખ વસાવા સામે આરોપીઓને સાથે રાખી ચમારીયા ગામમાં શાંતિ સુલેહ ભંગ કરવા બાબતે કાર્યવાહી કરવા બાબત ભરૂચ જિલ્લા ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું હતું.
ભારતીય ટ્રાઇબલ ટાઇગર સેના પ્રમુખ અને ચમારીયા ગામની મહિલાઓ સહીત આગેવાનોએ મોટી સંખ્યામાં આજરોજ ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે એક આવેદન પત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત 18 મી માર્ચના ધુળેટી પર્વના રોજ ચમારીયા ગામના પ્રતીક વસાવના ધરે લાલુ વસાવા, વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ સેવંતુ વસાવા,વાલિયા ડેપ્યુટી સરપંચ અને તાલુકા ભાજપ પ્રમુખ પૃથ્વીરાજસિંહ ઉર્ફે પ્રતીક દરબાર ,જયદીપ ગોહિલ સહિતનું ટોળું ઘુસી ગયું હતું. જેઓએ છેડતી અને મારામારી કરી અરાજકતા ફેલાવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
આ ઘટનાને દબાવવા માટે તેઓએ ખોટી રીતે સાસુ વહુ અને તેઓના પુત્રો,સરપંચ રજનીકાંત વસાવા,રાજુભાઇ સહિત 17 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.ખોટી ફરિયાદ રદ્દ કરવા સાથે સાંસદ અને તાલુકા ભાજપના પ્રમુખ, તાલુકા પંચાયતના પ્રમુખ સહિતના આરોપી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની લાગણી અને માંગણી કરાઈ છે.
સાથે જો તેમની માંગણી સ્વીકારવામાં નહિ આવે તો તેઓ સૌ આંદોલન પર ઉતારવા મજબુર બનશે જેની તમામ જવાબદારી વહીવટી તંત્ર અને સાંસદની રહેશેની કિમકી પણ ઉચ્ચારી તેમની સામે કડક માં કડક પગલાં ભરવા અને તાલુકામાં શાંતિ જળવાઈ રહે એવી અપીલ કરી છે.