તારીખ ૨૪.૦૨.૨૦૨૨, ગુરુવારના રોજ જિલ્લા કક્ષાની અંડર ૧૪ ગીત સ્પર્ધાનું આયોજન બી.આર.સી.ભવન ભરૂચ ખાતે કરવામાં આવેલું હતું. આ સ્પર્ધામાં ભરૂચ જિલ્લાનાં તમામ તાલુકામાંથી પ્રથમ ક્રમે આવેલા વિજેતા સ્પર્ધકોએ ઉત્સાહભેર ભાગ લીધો.
આ સ્પર્ધકોમાં અંકલેશ્વર તાલુકાની પ્રાથમિક શાળા બાકરોલમાં અભ્યાસ કરતી સૌથી નાની વયની રાઠવા સ્મિતા સુંદરભાઈએ ખુબજ સુંદર દેશભક્તિ ગીત ગયું અને પ્રથમ ક્રમે આવી પ્રાથમિક શાળા બાકરોલ તથા અંકલેશ્વર તાલુકાનું નામ રોશન કર્યું હતું. નિર્ણયક તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ભરૂચ દ્વારા બાળકીને તથા તેમના માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપવામાં આવ્યા તથા રાજ્ય કક્ષા માટે શુભેચ્છાઓ પણ પાઠવવામા આવી. આ પરથી એવું સાબિત પણ થાય છે કે સંગીત ને ઉમર નો કોઈ બાધ નથી. હવે પછી રાજ્ય કક્ષાએ અંડર ૧૪ ની ગીત સ્પર્ધામાં રાઠવા સ્મિતા સુંદરભાઈ ભરૂચ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.