- સાંસદ મનસુખ વસાવાએ અચાનક દેડીયાપાડા સરકારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી
ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ 16 માર્ચના રોજ દેડીયાપાડા ખાતે સરકારી સિવિલ હોસ્પિટલના કર્મચારીઓના ક્વાર્ટર તેમજ હોસ્પિટલની અચાનક મુલાકાત લીધી હતી. જેમાં હોસ્પિટલ તેમજ સ્ટાફના ક્વાર્ટરની જર્જરિત હાલત જોતા તેમણે હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને બોલાવી તેમનો ઉઘડો લઈ નાખ્યો હતો. હોસ્પિટલના કર્મચારીઓના ક્વાર્ટરના દરવાજા, બારી બારણાં તૂટેલા તેમજ જર્જરિત હાલતમાં હતા. હોસ્પિટલ તેમજ કર્મચારીઓના ક્વાર્ટરના છત ઉપરથી પોપડા ઉખડી ગયા હતા. તેમજ છત ઉપરથી લોખંડના સળિયા પણ દેખાતા હતા.
તેમજ બારીઓના વેન્ટિલેટર પણ તુટેલા હતા. ક્વાર્ટર રીપેરીંગની કામગીરી કરનાર કોન્ટ્રાકટર પણ હોળી કરવા માટે જતાં રહેતા સાંસદ મનસુખ વસાવા અકળાઈ ગયા હતા. અને તરત જ હોસ્પિટલ સુપ્રિટેન્ડેન્ટ ડો.વિવેક કંટારીયાને બોલાવીને આ કોન્ટ્રાકટરની કામગીરીને લઇને ઉધડો લીધો હતો.
તેમણે તાત્કાલિક કોન્ટ્રાકટરને બોલાવી સત્વરે કર્મચારી ક્વાર્ટરનું રીપેરીંગ કરવામાં આવે એમ તેમણે સૂચના આપી હતી. સુપ્રિટેન્ડેન્ટ અને ડો. રાણા દ્વારા આવનાર દર્દીઓ સાથે ઉદ્ધત વર્તન કર્યાની ફરિયાદ આવતા તેમને પણ સાંસદ મનસુખ વસાવાએ ઠપકો આપ્યો હતો. સાંસદ મનસુખ વસાવાએ સુપ્રિટેન્ડેન્ટને ખખડાવ્યો હતો અને સત્વરે કોન્ટ્રાકટરને બોલાવી ક્વાર્ટર અને સરકારી સિવિલ હોસ્પિટલને સત્વરે રીપેરીંગ કરવાની સૂચના આપી હતી.
*સર્જન વસાવા,ન્યુઝલાઇન, દેડીયાપાડા