ભરૂચ નગરપાલિકામાં વધતા ભ્રષ્ટાચારને પગલે આર.ટી.આઇ.એક્ટીવીસ્ટો દ્વારા પાલિકા ખાતે શુદ્ધિકરણ કાર્યક્રમ કરવામાં આવતા તમામ સામે પાલિકા તંત્ર દ્વારા ફરિયાદ કરાઇ હતી.જેમાં સત્યની જીત થઇ કોર્ટે પાલિકાની અરજી અને ફરિયાદ ફગાવી શુદ્ધિકરણ કરનાર તમામને ક્લીન ચીટ આપી હતી.
તા ૧૪-૦૨-૨૦૨૦ ના રોજ ભરૂચ નગરપાલિકા દ્વારા એક FIR કરવામાં આવી હતી,જેમાં ધન્સ્યામભાઈ કનોજીયા ,જસવંતસિંહ ગોહિલ,રાજેશભાઈ પંડિત અને સંદીપભાઈ દેસાઈનાઓ દ્વારા ભરૂચ નગરપાલિકામાં ચાલતા ભ્રષ્ટાચાને લઈને શુદ્ધીકરણ નો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો.
જેના કારણે ભરૂચ નગરપાલિકા દ્વારા તેમના વિરુદ્ધ FIR કરી કોર્ટ માં કેસ મુકવામા આવ્યો હતો. જેમાં કોર્ટ દ્વારા ભરૂચ નગરપાલિકા દ્વારા કરાયેલ ફરિયાદને નામંજૂર કરવામાં આવી છે.સાથે એફ.આઇ.આર નોંધનાર અપી.આઇ તેમજ પાલિકા સત્તાધિશોની ઝાટકણી કાઢી પ્રજાના હિતમાં કાર્યો કરવા તાકીદ કરી હતી. ધવલભાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ન્યાયતંત્ર દ્વારા આવેલા ચુકાદામાં ખોટી અરજીઓ કરનારાઓને ચાબુક સમાન ફટકો પડ્યો છે.