જંબુસર આમોદ વિસ્તારને સાત હજાર ઉપરાંત નાની બાળાઓને શૈક્ષણિક સહાય નાંદી ફાઉન્ડેશન દ્વારા નન્હી કલી પ્રોગ્રામ હેઠળ પ્રોગ્રામ ઓફિસર વિશાખાભાલેના માર્ગદર્શન હેઠળ બાળાઓને સી એ દ્વારા મફત ટ્યુશન આપવામાં આવે છે જેનો ભરૂચ જિલ્લામાં બાર હજાર બાળાઓ આ પ્રોગ્રામ હેઠળ લાભ મેળવે છે બાળકોને શિક્ષણ સાથે વિવિધ વિષયો પર તજજ્ઞો દ્વારા નાની બાળાઓને રમત ગમતમાં પણ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.
જેથી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ ઉજાગર થાય આજરોજ નવયુગ વિદ્યાલય ગ્રાઉન્ડ ખાતે નાંદી સ્પોર્ટ્સ પ્રેસિડેન્ટ લીઝા મુખર્જીની ઉપસ્થિતીમાં એન કે એફ એલ ચેમ્પિયનશિપ નહાર વેડચ સમની કેરવાડા પીલુદ્રા હાજી કન્યા વચ્ચે રમાઈ હતી. સવારથી રમાઈ રહેલ ફૂટબોલ રમતમાં નાની બાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ઉપસ્થિતોને રોમાંચિત કરી દીધા હતા રમતના અંતે ફાઈનલ મેચ પીલુદ્રા અને સમની વચ્ચે યોજાઈ હતી જેમાં તેમની ટીમનો વિજય થયો હતો જયારે પિલુદ્રા ટીમ રનરઅપ રહી હતી સદર મૅચ દરમ્યાન ફૂટબૉલ કોચ દિશાબેન નેહાબેન તથા કોમ્યુનિકેશન ઓફિસર સોનિતા હાજર રહ્યાં હતાં.
ફાઇનલ મેચના પરિણામ અંતે ફૂટબોલ ટીમના તમામ ખેલાડીઓને મોમેન્ટો તથા વિજેતા ટીમના ખેલાડીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી તે સમયે નન્હીં કલીઓ અનેરો ઉત્સાહ જોવા મળતો હતો ઇનામ વિતરણ પ્રસંગે ભાજપા ભરૂચ જીલ્લા મંત્રી કૃપાબેન પટેલ મહામંત્રી કૌશલ્યાબેન દુબે સામાજિક કાર્યકર ધનુબેન બુવા નવયુગ વિદ્યાલય આચાર્ય હિતેન્દ્રસિંહ ઠાકોર સહિત નન્હી કલી ટીમ સીએ સહિત હાજર રહ્યાં હતાં.
- સંજય પટેલ,ન્યુઝલાઇન, જંબુસર