• લીઝ ધારકોએ આજે વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન આપી આ લીઝ શરૂ કરવા માંગણી કરી છે.

સાંસદ મનસુખ વસાવાએ રેતી લઇ જતાં ટ્રકની અડફેટે ત્રણ લોકોના મોતના બનાવને પગલે અધિકારીઓને જાહેરમાં ખખડાવી નાખવાથી વિવાદ ઉભો થયો હતો.જેના પગલે  ભરૂચના સાયર તેમજ વેલુગામની રેતીની લીઝો બંધ કરી દેવામાં આવી હતી. જેથી આ લીઝ ધારકોએ આજે વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન આપી આ લીઝ ફરી શરૂ કરવા માંગ કરી છે.

ભરૂચના લીઝ ધારકોએ વડોદરા-ભરૂચ કલેક્ટરને આવેદન પાઠવી જણાવ્યું હતું કે, માલોદ ગામે ગત 21 ફેબ્રુઆરીના રોજ વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો. જેથી ભૂસ્તર કચેરીઓથી લીઝો બંધ કરવામાં આવી છે. અકસ્માતના બનાવમાં વાહન જપ્ત કરવામાં આવ્યું છે અને ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે. તેમ છતાં ભૂસ્તર કચેરી દ્વારા કોઇપણ સૂચના વિના લીઝ બંધ કરી દેવામાં આવી છે. જેથી સરકારને કરોડોની આવકનું નુકસાન થઇ રહ્યું છે. સાથે જ લીઝો બંધ થવાથી એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન અને અન્ય નાના-મોટા સરકારી બાંધકામ મટિરિયલની પણ અછત પડે છે.

સાથે આ લીઝો પર આશરે 6 હજારથી વધુ કુટુંબોની આજીવિકા નિર્ભર છે. લીઝનો ધંધો વર્ષમાં માત્ર સાત મહિના થઇ શકે અને લીઝના વાહનો પર લોન પર લીધેલા હોય છે. જેથી સત્વરે લીઝ શરૂ કરવી જોઇએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here