- ભરૂચ અસ્મિતા વિકાસ કેન્દ્ર સંસ્થા એ આજે પોતાના કાર્યશૈલી ના 15 વર્ષ પૂર્ણ કર્યા
અસ્મિતા વિકાસ કેન્દ્ર ની સ્થાપના સન ૨૦૦૭ માં માનસિક દિવ્યાંગ બાળકો માટે ની નિશુલ્ક નિવાસી શાળા તરીકે આ સંસ્થાની શરૂઆત થઈ.
સંસ્થાના સ્થાપકનો જન્મદિન તથા સંસ્થા ને 15 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે ગાયત્રી શક્તિપીઠ સેવા સેવા ટ્રસ્ટ, મુક્તિ નગર ભરૂચ ના કાર્યકર્તાઓ દ્વારા ગાયત્રી યજ્ઞ કરવામાં આવેલ તથા ગુજરાતી શાળાના તથા આજુબાજુના નાના બાળકો વિવિધ રમતોનું આયોજન કરવામાં આવેલ હતું.
આ તમામ બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ યશવંત ભાઈ પટેલ, મેનેજિંગ ટ્રસ્ટી સમીરભાઈ પટેલ, ખજાનચી કિર્તીભાઈ પટેલ તથા સંસ્થાના કર્મચારીગણ ઉપસ્થિત રહી ખૂબ સારી રીતે ઉજવણી કરી હતી. સંસ્થાના સ્થાપક તથા તેમના પરિવાર જનો આ સમગ્ર કાર્યક્રમમાં ઝૂમ એપ દ્વારા સાથે જોડાયા હતા.