- ભરૂચથી મળેલી એક કડીએ ઉકેલ્યો આખો કેસ
- 26 જુલાઈ 2008મા અમદાવાદમા થયેલ બોંબ બ્લાસ્ટનો કાળો દિવસ હજુ પણ દર્દનાક, આરોપીઓ દોષિત જાહેર સજા આજે પડશે
- 49 લોકોને દોષિત જાહેર કર્યા હતા
- રાજ્ય સરકારે કડક સજાની કરી માગ
અમદાવાદમાં 2008માં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટને લઈને સ્પેશયલ કોર્ટ આજે દોષિતોને સજા સંભાળાવી શકે છે.ત્યારે કોર્ટે 49 લોકોને બ્લાસ્ટ મામલે દોષિત જાહેર કરવામાં આવ્યા હતા જ્યારે 28 આરોપીઓને પૂરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યા હતા.ત્યારે કોર્ટે બચાવ પક્ષને 24 કલાકનો સમય આપ્યો હતો જે પૂર્ણ થયો છે.સાથે રાજ્ય સરકારે પણ દોષીને કડક સજા થાય તેવી માગ કરી છે.ઉલ્લેખનિય છે કે અમદાવાદમાં થયેલા સીરિયલ બ્લાસ્ટમાં 54 લોકોએ જીવ ગુમાવ્યો હતો.
9 ફેબ્રુઆરીએ આ 49 દોષિતમાંથી 1 દોષિત અયાઝ સૈયદે તપાસમાં મદદ કરતાં તેને સજામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ ૨૮ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસના 49 દોષિતને કોર્ટમાં સરકારી વકીલ અને બચાવ પક્ષ વચ્ચે દલીલો થઈ હતી.સ્પેશિયલ કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણી દરમિયાન આરોપીના વકીલ તરફથી ત્રણ સપ્તાહના સમયની માંગ કરવામાં આવી હતી. જોકે સ્પેશિયલ કોર્ટે કેસના તથ્યોને જોતા તે નામંજૂર કરીને માત્ર 11 ફેબ્રુઆરી સુધીનો સમય આપ્યો હતો
આ કેસમાં અભય ચૂડાસમાની સાથે-સાથે મયુર ચાવડાની પણ ખુબ મહત્વપૂર્ણ કામગીરી રહી. ખાસ વાત તો એ છે કે, આ આતંકીઓને ઝડપવા માટે તપાસ અધિકારીઓની તમામ ટીમોએ 4 મહિના સુધી પોતાના ઘરનો દરવાજો પણ નહોતો જોયો. પરિવાર અને સંતાનોથી દૂર રહીને રાત દિવસ તપાસ કરી હતી.
આમ આ બોમ્બ બ્લાસ્ટના કેસમાં અનેક મહિનાઓ રાત-દિવસ એક કરીને પોલીસે તમામ આતંકીઓને શોધી કાઢ્યા હતા. આ કેસમાં અન્ય રાજ્યોની પણ લીંકો મળી હતી.. અને તે તમામ આતંકીઓ સુધી પણ પોલીસ પહોંચી હતી.જેમાં ભરૂચમાંથી મળેલી એક કડીએ આખો ભેદ ઉકેલ્યો હતો. આજે આ કેસમાં આરોપીઓને સજા થશે. જે પોલીસની કામગીરીની તો સફળતા છે જ પરંતુ સાથે-સાથે 14 વર્ષે ન્યાયની રાહત જોતા પરિવારો માટે પણ ખુશીની વાત છે.