અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર નવજીવન માર્કેટ નજીક અમન માર્કેટ ખાતે જીપીસીબી કેમિકલ વેસ્ટ ડ્રમ ઝડપાયા પાડ્યા હતા કેમિકલ વેસ્ટ નિકાલ કરતા ભંગારીયા એ જથ્થો એકત્ર કર્યો અને જીપીસીબી એ ઝડપી પાડ્યો હતો. હાલ જીપીસીબી સેમ્પલ લઇ જથ્થો સીઝ કર્યો હતો. ભંગારીયા સામે પણ તપાસ શરુ કરી હતી. કેમિકલ વેસ્ટ નો જથ્થો ક્યાં થી અને કોની પાસે થી લાવ્યો તે અંગે વધુ પૂછપરછ શરુ કરી હતી.
અંકલેશ્વર જીપીસીબી ની ટીમ દ્વારા નેશનલ હાઇવે નંબર 48 પર અડી ને આવેલ ભંગાર માર્કેટ ઓચિંતી વિઝીટ શરુ કરી સર્ચ ઓપરેશન શરુ કર્યું હતું જેની શરૂઆત નવજીવન હોટલ નજીક અમન માર્કેટ માં સર્ચ કરતા એક ભંગારીયા ને ત્યાં 30 થી વધુ ડ્રમ માં કેમિકલ વેસ્ટ નો જથ્થો મળી આવ્યો હતો. જે અંગે ભંગાર ના વેપારી ને પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપ્યો નહોતો. સ્થળ પર એક પછી એક ડ્રમ ચકાસતા જીપીસીબીની ટીમ પણ ચોંકી ઉઠી હતી. ડ્રમ માં વિપુલ માત્ર વેસ્ટ મળી આવ્યો હતો.
જીપીસીબી દ્વારા આ ડ્રમમાંથી સેમ્પલ લીધા હતા તેમજ તમામ જથ્થો સીઝ કરી ભંગારીયા સામે કાર્યવાહી કરતા સ્થળ પર નોટિસ ફટકારી હતી તેમજ જથ્થો ક્યાં થી ને કોની પાસે થી લાવ્યો તે અંગે પૂછપરછ આરંભી હતી આ અંગે ઇન્ચાર્જ પ્રાદેશિક અધિકારી એસ.બી. પરમાર એ જણાવ્યું હતું કે બિન અધિકૃત કેમિકલ વેસ્ટ નો નિકાલ અટકાવવા માટે ભંગાર માર્કેટ સર્ચ કરાઈ રહ્યું છે. જેમાં અમન માર્કેટ માંથી કેમિકલ વેસ્ટ ભરેલા 30 જેટલા ડ્રમ મળી આવ્યા છે. સેમ્પલ લઈ જરૂરી રિપોર્ટ પણ કરાવામાં આવ્યો છે.