અંકલેશ્વર તાલુકાનાની મોદી નગર મિશ્રશાળામાં અચાનક છત ધરાશાયી થતા શાળાની ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીના માથા પરના ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી.
આજરોજ વહેલી સવારે પોતના નિત્યકર્મ પ્રમાણે ભારતીબેન રાણા કે જેઓ શાળામાં પટાવાળા તરીકેની ફરજ બજાવે છે તે શાળામાં પોતાનું કાર્ય કરી રહ્યા હતા.આ દરમિયાન જ છત ધરાશાયી થતા ભારતી બેનને માથા ભાગે ગંભીર ઇજાઓ પોહોંચવા પામી હતી.
આ શર્મનાક ઘટના આજરોજ અંકલેશ્વર તાલુકાની મોદીનગર મિશ્રશાળા નંબર ૧૮ માં બની હતી. આ શાળામાં આજુબાજુના ગરીબ બાળકો પોતાનું ભાવિ બનાવા ઉદ્દેશથી આવતા હોય છે ત્યારે આવી ઘટના અંકલેશ્વર નગરપાલિકાની શિક્ષણ અંગેની ઉદાસીનતા દર્શાવી રહી છે. આ ઘટનામાં સદ્નસીબે બાળકો ન હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.