• જહાંગીર પાર્ક ખાતે અમદાવાદ પાર્સિંગની ઓટો રીક્ષાને આંતરતા ૩૦ કિલો ગાંજો મળી આવ્યો

ભરૂચ તાલુકાના હાઇવે ઉપર આવેલા પાલેજમાંથી સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે અમદાવાદ પાર્સિંગની રીક્ષામાં માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો લઈ જતા બે નશાના સોદાગરોને પકડી પાડ્યા હતા. બે આરોપીની 30 કિલો ગાંજો કિંમત રૂ. 3 લાખ, બે મોબાઈલ, રીક્ષા સાથે ધરપકડ કરી NDPS એક્ટ હેઠળ વધુ તપાસ હાથ ધરાઈ છે.

ભરૂચ SOGએ પાલેજમાંથી નશાયુકત માદક પદાર્થ ગાંજાનો વિપુલ જથ્થો 30 કિલોગ્રામથી વધારે કિંમત રૂ. 3.06 લાખ સાથે બે યુવાનોને ઝડપી પાડ્યા છે. ભરૂચ એસ.ઓ.જી. જિલ્લામાં યુવાધન નશાના રવાડે ના ચડે, નશાયુકત પદાર્થનુ વેચાણ અટકાવવા તથા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ વિરૂધ્ધના કેસો શોધી કાઢવા વોચમાં હતી. SOG PI કે.ડી.મંડોરાઓએ પોતાની ટીમને કાર્યરત કરતા PSI પી.એમ.વાળા, એન.જે.ટાપરીયા એસ.ઓ.જી. ટીમના પોલીસ માણસો સાથે એસ.ઓ.જી. ચાર્ટર મુજબની કામગીરી અંગે પાલેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

દરમિયાન સાથેના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઇને તેમના બાતમીદારથી મળેલી બાતમી આધારે એસ.ઓ.જી ટીમ દ્વારા હોટલ સીટી પોઇન્ટની બાજુના રોડ ઉપર જહાંગીર પાર્ક સોસાયટી ખાતે તપાસ હાથ ધરાઈ હતી. જેમાં એક ઑટો રીક્ષા નં. GJ – 01 – TB – 0396માં 2 યુવાનો આવતાં તેમને કોર્ડન કરી રોકી રીક્ષાની ઝડતી લેવાઈ હતી. તેમાં તપાસ કરતા તેમાંથી માદક પદાર્થ ગાંજાનો 30 કીલો 650 ગ્રામ જથ્થો જેની કિંમત રૂ. 3.06 લાખ તથા બંન્નેની અંગઝડતીમાં 2 મોબાઇલ, રીક્ષા મળી કુલ રૂ. 4 લાખનો મુદ્દામાલ કબ્જે લેવાયો હતો.

ગાંજા સાથે પકડાયેલા અસીમ ઐયુબ સિંધી અને ભરત શંકર માછીની NDPS એક્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે નાવેદખાન નાશીરખાન પઠાણને વોન્ટેડ જાહેર કરાયો હતો. પાલેજ પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ તપાસ SOG પી.આઈ. ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here