રાજ્યમાં વિદ્યાર્થીઓને સ્વરક્ષણની તાલીમ આપવા સરકારની કરાટે ક્લાસ યોજનામાં ભરૂચ જિલ્લામાં વ્યાપક ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ આપ શાસિત વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખે કર્યો છે.રાજ્ય સરકારે શાળા દીઠ રૂા. 5.72 લાખની રકમ ફાળવી હતી. વાલિયાની 44 શાળાઓને આ ગ્રાન્ટ મળી હતી. ગ્રાન્ટ મેળવનારી એક પણ શાળામાં કરાટેના વર્ગો થયાં ન હોવાનો આક્ષેપ પ્રમુખ રાજુ વસાવાએ કર્યો છે.

ઇંટોના ભઠ્ઠાઓ તથા સુગર ફેક્ટરીઓમાં કામ કરતાં બાળકોના શિક્ષણ માટે તંબુ બનાવી શિક્ષણ આપવાની યોજનામાં પણ ગેરરીતિ થઈ હોવાનો આક્ષેપ છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા બીઆરસીઓની મેળાપીપણામાં આખું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો આક્ષેપ પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકને લખાયેલા પત્રમાં કરવામાં આવ્યો છે.

સ્વચ્છતા ગ્રાન્ટ હેઠળ શૌચાલયોની સફાઈ માટે રૂા. 1 હજારની ગ્રાન્ટ આવે છે. બાળકો પાસે શૌચાલયની સફાઈ કરાવી આ રૂપિયા ચાઉ કરી દેવાય છે.ભરૂચના વાલિયા તાલુકાની પ્રાથમિક શાળાઓમાં કરાટે ક્લાસના નામે રૂા. 5.72 લાખથી વધુનો ભ્રષ્ટાચાર ડીપીઇઓએ કર્યો હોવાની ફરિયાદ વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખે શિક્ષણ નિયામકને કરી છે.

વાલિયા તાલુકા પંચાયત પ્રમુખે ગાંધીનગર પ્રાથમિક શિક્ષણ નિયામકને પત્ર લખી શિક્ષણ વિભાગમાં મોટા પાયે ગેરરીતિઓ આચરાઈ રહી હોવાના ગંભીર આક્ષેપો સાથે તપાસની માંગણી કરી છે. યોગ્ય તપાસ ન થાય તો ન્યાયિક લડાઈ લડવાની તૈયારી બતાવી છે.જેમાં સરકારી નાણાંનો દુરુપયોગ કરાયો હોવાના આક્ષેપ સાથે ડીપીઇઓ, ટીપીઇઓ, બીઆરસી સહિતનાઓ આખા કૌભાંડમાં સંડોવાયેલા છે.નું જણાવાયું છે.

વધુમાં જણાવાયું છે કે, 44 શાળાઓમાં કન્યાઓને કરાટે તાલીમ માટે ફાળવાયેલી રૂા. 5.72 લાખની ગ્રાન્ટ વર્ગો શરૂ કર્યા વિના જ વાપરી દેવાઈ છે. ટ્રાન્સપોર્ટેશન ભથ્થું, પી.એમ. શ્રી સોડગામ શાળાની ગ્રાન્ટ, શૌચાલય સફાઈના નાણાંમાં પણ બોગસ બિલો બનાવી ભ્રષ્ટાચાર કર્યો છે.ફરીયાદ આવવાથી વાલિયા તાલુકા પંચાયત પ્રમુખ રાજુ વસાવાએ 10 દિવસમાં તટસ્થ તપાસ કરવી જોઈએ. ફોજદારી કાર્યવાહી થવી જોઈએનું જણાવ્યું છે.

તો બીજી તરફ કરાટેના ક્લાસો ચાલુ કરવામાં આવ્યાં છે તે અંગે ડીપીઇઓ સચીન શાહ,ભરૂચે રાજ્ય સરકાર તરફથી મળેલી ગ્રાન્ટમાંથી શાળાઓમાં કરાટેના વર્ગો ચાલુ કરાયા છે. છાત્રોને તાલીમ આપવામાં આવી છે. સરકારના નિયમો, માર્ગદર્શિકા મુજબ લાભાર્થી શાળામાં કામગીરી કરવામાં આવી છે. મારા સહિત શિક્ષણ વિભાગ પર ખોટા આક્ષેપો કરાઈ રહ્યા છેનું જ્ણાવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here