ભરૂચ નવાદહેરા સ્થીત દશાલાડની વાડી ખાતે તા. ૨૫ અને ૨૬ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ શ્રી દશાલાડ પરિવાર મંડળ,ભરૂચ દ્વારા બે દિવસીય ૫૫મો ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો.
આ સમારંભમાં વર્ષ ૨૦૧૮-૧૯,વર્ષ ૨૦૧૯-૨૦,વર્ષ ૨૦૨૦-૨૧,વર્ષ ૨૦૨૧-૨૨,વર્ષ ૨૦૨૩-૨૪ના શાળા-કોલેજના વિદ્યાર્થીઓનું ઇનામ વિતરણ,ડીગ્રી મેળવનાર વિદ્યાર્થીઓનું બહુમાન તેમજ ૭૫ વર્ષના વડીલોનું બહુમાન શ્રી દશાલાડ પરિવાર મંડળ,દ્વારા વિવિધ ઇનામો શીલ્ડ તેમજ ચાંદીની લગડી દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં વિવિધ હરિફાઇમાં વક્તૃત્વ સ્પર્ધા,આરતી સજાવટ,રંગોળી,વેશભુષા જેવી હરિફાઇ પણ યોજવામાં આવી હતી જેમાં વિજેતા થનાર દરેકને ઇનામોથી નવાજવામાં આવ્યા હતા. સાથે સ્પર્ધામાં ભાગલઈ ઇનામ ન મેળવનારા સ્પર્ધકોને આશ્વાશન ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં જ્ઞાતિ પંચ,પરિવાર્ના તેમજ કેળવણીના પ્રમુખ,ઉપ પ્રમુખ દ્વારા વિવિધ ઇનામો એનાયત કરાયા હતા.
સમારંભને અંતે સર્વે જ્ઞાતિજનોએ રાષ્ટ્રગીત ગાઇ પ્રિતિભોજન સાથે લીધું હતું. આ સમારંભને સફળ બનાવવા શ્રી દશાલાડ પરિવાર મંડળના પ્રમુખ જીજ્ઞેશ ડાંગરવાલા,ઉપ પ્રમુખ અશ્વિનભાઇ તુમડી, ખજાનચી સાગર કાપડીયા,એકાઉન્ટંટ મહેશભાઇ શાહ તેમજ સભ્ય ગૌરાંગ શેઠ સહિતની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન ધરા ડાંગરવાલાએ કર્યું હતું.