ભરૂચમાં ફરી એકવાર ગુરૂ શિષ્યાના સંબંધ લજવાયા છે.શહેરની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના પ્રિન્સિપાલ ફાધર કમલેશ રાવલ પૂર્વ વિદ્યાર્થીની લાજ લૂંટી હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા ચકચાર મચી ગઈ હતી.
ભરૂચની જાણીતી સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વર્ષ 2022થી વર્ષ 2024 દરમિયાન એક સગીર વિદ્યાર્થીનીને બે વાર હવસનો શિકાર બનાવવામાં આવી હોવાની ફરિયાદ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
આ બાળકી શાળાના ધોરણ 10માં અભ્યાસ કરતી હતી,ત્યારે નરાધમ કમલેશ રાવલે બાળકીને તેમની ઓફિસમાં બોલાવી અયોગ્ય વર્તન કર્યું હતું. જે તે સમયે કિશોરીએ બદનામીના ડરે આ વાત પોતાના પૂરતી મર્યાદિત રાખી હતી. ડિસેમ્બર 2024માં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના ગેટ ટુ ગેધરમાં આ વિદ્યાર્થીની ગઈ ત્યારે ફરી એકવાર કમલેશ રાવલે તેને નિશાન બનાવી હતી.
ફાધર [પ્રિન્સિપાલ] કમલેશ રાવલની હરકતોએ હદ વટાવી જતા આ વિદ્યાર્થિનીએ તેના પિતાને ઘટનાની જાણ કરી હતી. દરમિયાન પ્રિન્સિપાલે કેટલાક વાંધાજનક વોટ્સએપ મેસેજ પણ કર્યા હતા. આ તમામ માહિતી સાથે પિડીત બાળકીનો પરિવાર પોલીસ પાસે પહોંચતા ફાધર કમલેશ રાવલ વિરુદ્ધ પોલીસ દ્વારા પોકસો અને બળાત્કારનો ગુનો નોંધવામાં આવ્યો છે.તો બીજી તરફ પોલીસ ધરપકડથી બચવા ફાધર કમલેશ રાવલ ફરાર થઇ ગયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here