ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ખ્વાજા ચોકડી નજીક આવેલ સ્ટાર્ક કલર નામની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી.
આ આગ એટલી વિકરાળ હતી કે, દૂર દૂર સુધી ઉંચે ધુમાડાના ગોટેગોટા નજરે પડ્યા હતા. આ બનાવની જાણ થતાં જ પાંચથી વધુ ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોચ્યા હતા, જ્યાં ફાયર ફાઇટરોએ પાણી અને ફર્મનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા કવાયત હાથ ધરી હતી. તો બીજી તરફ બનાવના પગલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.હાલમાં તો આ આગમાં કંપનીને કેટલું નુકશા થયું તેમજ આ આગ કેવી રીતે લાગી તે જાણી શકાયું નથી કે ના તો કોઇ જાનહાની થયાના સમાચારા પ્રાપ્ત થઈ રહ્યા છે.