ભરૂચ નજીક હાઇવે પર પાવાગઢ જતા પગપાળા સંઘને અકસ્માત નડ્યો હતો.આ અકસ્માતમાં એક પદયાત્રીનું મોત નીપજ્યું હતું જ્યારે બે લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ભરૂચ નજીક નેશનલ હાઇવે નંબર ૪૮ પર અસુરિયા પાટીયા પાસે સવારના સમયે આ અકસ્માતની ઘટના બની હતી. જેમાં નવસારીના ગડત ગામનો ૩૧ લોકોનો સંઘ પાવાગઢ માતાજીના મંદિરે પગપાળા જઈ રહ્યો હતો,દરમિયાન અસુરીયા પાટીયા નજીક પીકઅપ વાનચાલકે સંઘને અડફેટે લીધો હતો જેમાં પાંચ જેટલા પદયાત્રીઓને ઇજા પહોંચી હતી. ગંભીર ઇજાના પગલે ૩૯ વર્ષીય પદયાત્રી મેહુલ હળપતિનું મોત નિપજ્યું હતું.
જ્યારે અન્ય બે પદયાત્રી મુકેશ હળપતિ અને ભીખુ હળપતિને ઇજાઓ પહોંચતા બંનીવને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.આ બનાવની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને અક્સ્માત અંગેની તપાસ શરૂ કરી હતી.