
ભરૂચ વિધાનસભા ભાજપના રાજપૂત છાત્રાલય ખાતે આયોજિત નુતનવર્ષ સ્નેહમિલન સમારોહમાં વિરાટ મેદની વચ્ચે 2024 માં ઐતિહાસિક વિજયનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.
ભરૂચ રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લા પ્રભારી અશોક પટેલ, સાંસદ મનસુખ વસાવા તેમજ ભરૂચ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં 153 ભરૂચ વિધાનસભા ભાજપનું નૂતનવર્ષ સ્નેહ મિલન યોજાયું હતું.
ભરૂચ જિલ્લા ભાજપના મહાનુભવો અને આગેવાનોએ તમામને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી 2024 ની લોકસભા ચૂંટણી માટે ભરૂચમાં ફરી ઐતિહાસિક જીત માટે કામે લાગી જવા આહવાન કર્યું હતું.
ભરૂચ ભાજપ વિધાનસભાના સ્નેહમિલન સમારોહમાં જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણા, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, મહામંત્રી નિરલ પટેલ, વિનોદ પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ, ખુમાનસિંહ વાસીયા, ધર્મેશ મિસ્ત્રી, ભારતસિંહ પરમાર, પાલિકા પ્રમુખ સહિતના આગેવાનો, પદાધિકારીઓ, કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.