ભરૂચ ભોલાવ ઉધોગનગરમાં આવેલી જેબ્સનની ફાધર કન્સલ્ટ કંપની હેરિટેજ નમકીન્સમા ભભૂકેલી આગે મધરાતે ફાયર ફાઈટરોને દોડતા કરી દીધા હતા. ત્રણ ફાયર ટેન્ડરોની મદદથી બે કલાકની જહેમતે આગ પર કાબુ મેળવાયો હતો.

ભરૂચ જિલ્લામાં આગ લાગવાના દિન પ્રતિદિન બનાવો સામે આવી રહ્યા છે ત્યારે શનિવારે મધરાતે ભરૂચ જીઆઇડીસીમાં ભોલાવમાં આવેલા જેબ્સન ફૂડ કંપનીની હેરીટેજ નમકીન્સમાં અગમ્ય કારણોસર આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી.ભરૂચ શહેરના જીઆઇડીસીમાં આવેલ જેબ્સન ફૂડ કંપનીના હેરિટેજ નમકીન પ્લાન્ટમાં પ્રોસેસિંગ પ્રક્રિયા દરમિયાન અચાનક આગ લાગી જતા કંપનીનો પ્લાન્ટ ભડકે બળતાં નાસ ભાગ મચી જવા પામી હતી.

કંપનીમાં અચાનક આગ લાગતા કંપની સંચાલકો દ્વારા ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશનએ જાણ કરતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી સહિતની ટિમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ કરવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. રાત્રીના સમય લાગી આગની લપટો એટલી ભયાનક હતી કે દૂરથી પણ નજરે પડી હતી.ફાયરની ટીમે 3 ફાયર ટેન્ડરો અને 2 કલાક ની મહેનત બાદ આગને કાબુમાં લીધી હતી. આ આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ કંપનીનો એક આખો પ્લાન્ટ આગમાં ભસ્મીભૂત થઈ જવા પામ્યો હતો.ફાયર સેફટી એન્ડ ઇન્ડસ્ટ્રીયલ હેલ્થ વિભાગે જણાવ્યું હતું કે, ઉપરના માળે ફ્રાઇંગ રૂમ હતો ત્યાં કોઈ કારણોસર ઉકળતા તેલના કારણે ઘટના ઘટી હોવાનું પ્રાથમિક બહાર આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here