અંકલેશ્વરમાં આવેલા ઔધોગિક એકમોમાં છાશવારે આગ લાગવાની ઘટનાઓ બનતી રહે છે, તેવામાં ગતરોજ રાત્રીના સમયે વધુ એક આગ લાગવાની ઘટના બની હતી.

અંકલેશ્વરની પાનોલી GIDCમાં આવેલી રીતુ ફાર્મા કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રચંડ ધડાકા સાથે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ બ્લાસ્ટના કારણે લાગેલી આગ એટલી વિકરાળ હતી કે, આગના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળતા હતાં.આગની ઘટના બનતા જ લોકોના ટોળા પણ ઉમટી પડ્યા હતા. આ સમયે વધુ એક બલાસ્ટ થતાં જ ત્યાં રહેલા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી.

કંપનીમાં લાગેલી આગની ઘટના અંગેની જાણ અંકલેશ્વર ફાયર વિભાગમાં કરવામાં આવતા અંકલેશ્વર, પાનોલી સહિત 10 ફાયર બ્રીગેડના લાશકરોએ તાત્કાલિક લાયબંબા લઇ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશ્કરોએ ભારે જહેમતે આગની જ્વાળાઓ ઉપર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાની કાવાયત હાથ ધરી હતી. આગની ઘટના બનતા જ GPCB અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. સદનસીબે આગમાં કોઈ જાન હાનિ નહિં નોંધાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here