ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળતા ચાર ગર્ભવતી મહિલાઓ સહીત ૨૦થી ૨૫ લોકો ફસાઈ જતા ભરૂચ નગર પાલિકાના ફાયર ફાયટરોએ દિલ ધડક ઓપરેશન પાર પાડી તમામને રેસ્ક્યુ કરી સુરક્ષિત સ્થળે ખસેડયા હતા.

ભરૂચ જીલ્લા હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે કેટલાક તાલુકામાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે ત્યારે ભારે વરસાદ વચ્ચે ભરૂચ તાલુકાના સેગવા ગામમાં વરસાદી પાણી ખાડીમાં ફરી વળ્યા હતા જેને કારણે ગામમાં વરસાદી પાણી આવી જતા સમગ્ર ગામ બેટમાં ફેરવાયું હતું.વરસાદી પાણી ગામમાં ભરાતા કેટલાક લોકો પાણીમાં ફસાઈ ગયા હોવાની જાણ ભરૂચ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર ઓફિસર ચિરાગ ગઢવી તેઓની ટીમ સાથે બોટ અને લાઈફ જેકેટ સહીતના સાધનો લઇ સ્થળ પર દોડી આવ્યા હતા અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ચાર ગર્ભવતી મહિલાઓ,બાળકો,વૃધ્ધો મળી ૨૦થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.ફાયરના જવાનોની કામગીરીને પગલે લોકોએ તેઓનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here