The Voice Of People

આપની વેદના,સંવેદના,સમસ્યાઓને વાચા અમે આપીશું. સંપર્ક મો.૯૩૨૮૮૬૦૭૫૪
A News - Media Company
/ month
placeholder text

Home Breaking News ભરૂચમાં પ્રોજેકટ રોશની હેઠળ ૨૦૦ વર્ષ જૂની સુજની કલા પુન:જીવંત

ભરૂચમાં પ્રોજેકટ રોશની હેઠળ ૨૦૦ વર્ષ જૂની સુજની કલા પુન:જીવંત

0
ભરૂચમાં પ્રોજેકટ રોશની હેઠળ ૨૦૦ વર્ષ જૂની સુજની કલા પુન:જીવંત

ભરૂચ પ્રોજેકટ રોશની હેઠળ નવનિર્મિત ભરૂચના “રેવા સુજની કેન્દ્ર” ખાતે ભારત સરકારના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના “એક જિલ્લા, એક ઉત્પાદન” (ODOP -One District One Product) યોજનામાં સમાવિષ્ટ ભરૂચના સુજની બનાવતા કારીગરો અને તાલીમાર્થીઓએ સૌ પ્રથમ સુજની તૈયાર કરી છે.

આ ઉપરાંત સુજનીને ભરૂચની આગવી ઓળખ બની રહે તે માટે વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ના જીઓગ્રાફિક ઈન્ડીકેશન ટેગ #Bharuch #Sujani પણ લેવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. સુજની કળાનું દસ્તાવેજીકરણ કરવા માટે NIFT ની ટીમ ૧૫ દિવસ માટે ભરૂચમાં છે. તેમનો રિપોર્ટ સરકારને આગળના પગલાં લેવામાં મદદરૂપ થશે.યુવા પેઢીને સુજની વણાટકામની તાલીમ આપીને તેમને આર્થીક રીતે પગભર કરાઈ રહ્યા છે સુજનીના વ્યવસાય સાથે સંકળાયેલ પાયાની સમસ્યાઓને ઓળખીને તેને દૂર કરાઈ

જુનો ઈતિહાસ જોઈએ તો આ ૨૦૦ વર્ષ જૂની કલા ખતમ થવાના આરે હતી.કારણ કે આવનારી પેઢીને તેમાં રસ નથી અને તેનું કોઈ વેચાણ પણ થતું નહોતું. આથી જિલ્લા વહીવટીતંત્રએ આ પ્રોજેક્ટ હેઠળ સુજની વણાટકામની આ કળાને આખા સમગ્ર વિશ્વમાં ફેલાવવાનો નિર્ણય લીધો છે. આ માટેનું પ્રથમ સોપાન સુજની બનાવનાર કારીગરોની સહકારી મંડળીની સ્થાપના કરી યોગ્ય મંચ આપવાનું હતું.

આ કળાને બચાવવા માટે પ્રયત્નશીલ કારીગરો અને જિલ્લાના નામાંકીત નાગરિકોને સાથે લાવી “શ્રી ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી લિમિટેડ”ની રચના કરવામાં આવી. જિલ્લા વહીવટીતંત્રની મદદથી આ સોસાયટી વડે આ કલાને આગળ વધારવા “રેવા સુજની કેન્દ્ર” સેન્ટરમાં ટ્રેનિંગ આપી અને સુજની બનાવતા શીખવીને રોજગારી આપવાનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.આમ, જિલ્લા વહીવટી તંત્રની પહેલ સ્વરૂપે રેવા સુજની કેન્દ્રના તાલીમાર્થીઓએ સૌ પ્રથમ સુજની વણીને આ પહેલને સાચા અર્થમાં સાર્થકતા અપાવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!