અંકલેશ્વરના અમન માર્કેટમાં આવેલા ભંગારના ગોડાઉનમાં એકા એક આગ લાગતા દોડધામ મચી હતી. આ આગના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગા એટલી વિકરાળ હતી કે આગના કાળા ધુમાડા દૂર દૂર સુધી નજરે પડતાં હતાં. DPMC સહિત છ જેટલા ટેન્ડરોએ દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો.

અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 ને અડીને અમન માર્કેટ આવેલું છે. જેમાં અવારનવાર આગ લાગવાના બનાવો બનતા રહે છે. ગત સાંજે અમન માર્કેટમાં આવેલા એક ભંગારના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આ આગના કારણે આસપાસના સ્થાનિકો અને ગોડાઉન ધારકોમાં અફરાતફરીનો માહોલ છવાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે આગના ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતા હતાં.

આ બનાવની જાણ DPMC ના ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ પણ તેમની ટીમ સાથે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા અને લાશ્કરોએ પાણીનો મારો ચલાવીને ૪ કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો. જોકે આગમાં કોઈ જાનહાનિ ન નોંધાતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભંગારના ગોડાઉનના સંચાલકો કેમિકલ વેસ્ટવાળો સામાન લેતા હોવાના કારણે આગ લાગવાના બનાવો બનતા હોવાની લોક ચર્ચાઓ ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here