નનામા પત્ર અને BJP સાંસદના નિવેદન મુદ્દે AAP ના ધારાસભ્ય ચૈતર વસાવાએ આપી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી

0
161

ભરૂચના સાંસદ મનસુખ વસાવાના નામે જારી થયેલ નનામા લેટર બાદ સોમવારે તેઓએ મીડિયા સમક્ષ સ્ફોટક નિવેદન આપ્યું હતું કે, નર્મદા જિલ્લાના તમામ પક્ષના નેતાઓ હપ્તાખોર છે. BJP સાંસદના આરોપોથી આગળ દેડિયાપાડાના ધારાસભ્ય નીકળી ગયા છે. તેઓએ પોતાના પત્રમાં હપ્તાખોરોના નામ જાહેર કરી દીધા છે.આદિવાસી નર્મદા જિલ્લો હાલ રાજકારણમાં રાજ્યમાં હોટસ્પોટ બની રહ્યો છે. પેહલા BTP, કોંગ્રેસ અને ભાજપના નેતાઓના એક બાદ એક વિવાદાસ્પદ સ્ફોટક નિવેદનો અને આક્ષેપ તેમજ આરોપબાજીઓ જામતી હતી. ભરૂચના 6 ટર્મથી BJP સાંસદ મનસુખ વસાવા વર્ષોથી તેમની નિખાલસ વાણી, સ્પષ્ટ વાત અને સ્ફોટક નિવેદનો તેમજ લેટર બૉમ્બને લઈ હંમેશા ચર્ચામાં રહ્યા કરે છે. હવે તેમાં દેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા પણ જોડાઈ ગયા છે.

દેડિયાપાડા AAP ના MLA ચૈતર વસાવાએ ભરૂચ MP મનસુખ વસવાને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સાંસદે પત્ર લખી તથા પ્રેસ મીડિયાને સંબોધીને નર્મદા જિલ્લાના ભાજપ , કોંગ્રેસ અને આપ પાર્ટીના આગેવાનો કોન્ટ્રકટરો અને અધિકારીઓ પાસે નિયમિત હપ્તા ઉઘરાવતા હોવાના અને ગદ્દાર હોવાના ગંભીર આરોપો લગાવ્યા છે.આ નેતાઓમા નામ જોગ દેડિયાપાડાના ધારાસભ્ય , પૂર્વ MLA મોતી વસાવા, નર્મદા જિલ્લા પંચાયત માજી પ્રમુખ શંકર વસાવા , નર્મદા જિલ્લા પંચાયત પ્રમુખ પર્યુશાબેન વસાવા , નાંદોદનાં ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ , તથા નાનાભાઈ રવિ દેશમુખ , કોર્પોરેટર વીરુ દરબાર અને પાર્ટીના નેતાઓ પર હપ્તાઓ ઉઘરાવવાના અને ગદ્દાર હોવાના આરોપો લગાવ્યા છે.જેનાથી આપ MLA ના પરિવાર , સગા સબંધીઓ , સમર્થકો અને જાહેર જનતા આ બાબતે ખુલાસો માંગી રહી હોવાનું ચૈતર વસાવાએ પોતાના પત્રમાં ઉલ્લેખ કર્યો છે. સાંસદે જેટલા આગેવાનો પર નામ જોગ આરોપો લગાવેલ છે એ તમામ બંધારણીય હોદ્દા પર લોક પ્રતિનિધિઓ અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. જેથી આ બાબતનો રૂબરૂ પુરાવા સાથેનો ખુલાશો અનિવાર્ય બની રહે છે તેવી કેફિયત લેટરમાં વ્યક્ત કરી છે.AAP ના ધારાસભ્યએ BJP ભરૂચ MP ને પત્ર મળ્યે પછી દિન 3 માં નર્મદા જિલ્લાના કોઈ પણ સ્થળે સાંસદની અધ્યક્ષતામાં તેઓ, પ્રેસ મીડિયા અને જાહેર જનતાને બોલાવી આ ભ્રષ્ટાચાર અને ગદ્દાર અંગેની ખુલ્લી ચર્ચાઓ રાખી ઉજાગર કરવા માંગણી કરી છે. જો તેમ નહિ કરાઈ તો 7 દિવસ પછી તમામ ને રાજકીય રીતે વેતરી નાખવામાં અને છબી ખરડાવવા બદલ BJP સાંસદ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારાઈ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here