આમોદ વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી કરુણા અભિયાન અંતર્ગત શાળાના બાળકો દ્વારા વિવિધ પ્લેકાર્ડ બતાવી સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢવામાં આવી હતી.કરુણા અભિયાન અંતર્ગત પતંગની દોરીથી ઘાયલ થયેલા પક્ષીને તાત્કાલિક સારવાર મળે તે અંગે લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.તેમજ તાલુકાની શાળાઓમાં ચાઈનીઝ સિન્થેટિક તેમજ કાચ પીવડાવેલી દોરી નહીં વાપરવા અંગેના શપથ લેવડાવવામાં આવ્યા હતાં.
કરુણા અભિયાન અંતર્ગત આમોદ વન વિભાગની કચેરી તેમજ પશુ દવાખાનામાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે.જ્યાં પતંગની દોરીથી પીડિત પક્ષીઓની સારવાર કરવામાં આવશે તેમજ બચાવવા મદદ કરશે.આ પ્રસંગે આમોદ રેન્જ ફોરેસ્ટ ઓફિસર રમેશ ચૌહાણ,ફોરેસ્ટર વી.બી.પંડ્યા તેમજ શાળાના બાળકો હાજર રહ્યા હતાં.
- રિપોર્ટર:વિનોદ પરમાર,ન્યુઝલાઇન,આમોદ