છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના મેવાસ વિસ્તારના ખેડૂતોના કપાસનો વેપારીઓ દ્વારા વટાવ કાપવામાં આવે છે.ખેડૂતો જિનીંગમા જે કપાસ જ વેચવા માટે જાય છે ત્યારે જે વટાવ કાપવામાં આવે તે અલગ અલગ જિનીંગમા અલગ અલગ રીતે નાણા ચૂકવવામાં આવે છે.ખેડૂતોનું વેપારીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે.તેમ દેખાઈ રહ્યું છે.
ત્યારે APMC ચેરમેન શીવુ મહારાઉલ ખેડૂતો અને જિનીંગના વેપારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી જેમાં 15 દિવસે કપાસના નાણા ચૂકવવામાં આવતા હતા તે 12 દિવસે ચૂકવિશું તેવું વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો હતો જ્યારે ખેડૂતો દ્વારા 8 દિવસે નાણા ચૂકવવામાં આવે તેવી માંગ સાથે આમરણ ઉપવાસ પર બેઠા છે.APMC મા સાધનો લઈને આવેલા ખેડૂતોએ પણ કપાસ વેચ્યા વગર જ ખેડૂતો પાછા ફળી ગયા હતા.અને જ્યાં સુધી આ નિર્ણય નહિ આવે ત્યાં સુધી ખેડૂતો સાથે APMC ચેરમેન શીવુ મહારાઉલ પણ આમરણ ઉપવાસ પર બેઠેલા રહેશે.
- રિપોર્ટર: વિમલ પંચાલ,ન્યુઝલાઇન, નસવાડી છોટાઉદેપુર