નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, દેડીયાપાડાનાં ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, દેડીયાપાડા સહિત ના તમામ દેવળો તથા મકાનો રોશનીથી ઝળહળી ઉઠ્યા હતા, નાતાલ પર્વના વધામણા સાથે ખ્રિસ્તી સમુદાય દ્વારા એકબીજાને ‘મેરી ક્રિસમસ’ની શુભેચ્છા પાઠવવામાં આવી.
સી એન.આઇ.ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા ખાસ નાતાલના પવિત્ર પર્વ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમો કરી ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં નાના ભૂલકાઓ તેમજ બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા, તેમજ તમામ ખ્રિસ્તી બંધુઓ દ્વારા એકબીજાને નાતાલની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
પ્રભુના જન્મના વધામણા, નાતાલ પર્વની ગારદા સહિત દેડીયાપાડા તાલુકામાં તા.૨૫ મી ના રોજ અનેક જગ્યાઓએ ઉજવણી કરવામાં આવી હતી. આ નાતાલ પર્વ નિમિતે આસપાસ થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
- રિપોર્ટર: સર્જન વસાવા, ન્યુઝલાઇન,દેડીયાપાડા